Placeholder canvas

ધૂળની ડમરીઓ વચ્ચે ટરબો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ટ્રકનું પડીકું વળી ગયું…

આજે ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ટરબો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રકનું પડીકું વળી ગયું હતું. પરંતુ આ અકસ્માતની ઘટનામાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. રણમાં સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં બંને ટ્રક ચાલકોને નજીવી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ લઇ જવાયા હતા.

આજે ખારાઘોડા રણમાં હિંમતપુરાના બંધ પાળા વચ્ચે ધૂળની ડમરીઓ અને આંધી વચ્ચે રસ્તો ન દેખાતા એક ટરબો અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વધુમાં આ અકસ્માત એટલો ભંયકર હતો કે, જેમાં ટ્રકનું તો પડીકું જ વળી ગયું હતું અને ટરબો ટ્રક આગળ જઇને પલ્ટી મારી ગયો હતો. પરંતુ આ અકસ્માતની ઘટનામાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. રણમાં સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં બંને ટ્રકના ચાલકોને નજીવી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ગમખ્વાર અકસ્માતના પગલે થોડીવાર માટે મીઠું ખેંચવાની પ્રક્રિયા બંધ રાખવી પડી હતી. અને રણમાં ભારે વાહનોના પૈડા થોડીવાર માટે થંભી ગયા હતા.

આ સમાચારને શેર કરો