Placeholder canvas

ટીકર પાસે થયેલા અકસ્માતમાં લાકડધારના ડાભી પરિવારના ત્રણ વ્યક્તિના મોત.

મુળી તાલુકાનાં ટીકર ગામ નજીક ગત મધ્યરાત્રિના કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થહો હતો, જેમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના એક પરિવારના સભ્યો મુળી તરફ જઇ રહ્યા હોય ત્યારે તેમની અલ્ટો કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં પતિ, પત્ની અને એક પુત્ર એમ ત્રણ વ્યક્તિના મોત થયા હતા.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામમાં રહેતો ડાભી પરિવાર ગઇકાલે રાત્રે પોતાની અલ્ટો કાર નં. GJ 36 B 3215 લઇ મુળી તરફ જઇ રહ્યા હોય ત્યારે મુળી-સરલા રોડ પર ટીકર ગામ પાસે તેમની કાર ડમ્પર પાછળ ઘુસી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કર્મ સવાર લાકડધાર ગામના કરમશીભાઈ ખોડાભાઈ ડાભી (ઉ.વ. 55) તેમના પત્ની પાંચુબેન કરમશીભાઈ ડાભી (ઉ.વ. 51) અને પુત્ર મહેશ કરમશીભાઈ ડાભી (ઉ.વ. 30)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં રોહિતભાઈ રમેશભાઈ દુમાદીયા (ઉ.વ. ૨૧) નામના યુવાનને પણ ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ મુળી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ અકસ્માતના પતિ-પત્ની અને પુત્ર અલ્ટો કારમાં જ ફસાઈ ગયા હતાં, જેમાં કારને કટરથી કાપી ત્રણેયના મૃતદેહ બહાર કાઢી પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે માર્ગ અકસ્માતમાં મોત થતાં નાના એવા ગામ લાકડધારમાં માતમનું વાતાવરણ છવાઇ ગયુ છે.

આ સમાચારને શેર કરો