Placeholder canvas

વાંકાનેર: પોલીસે 3.65 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો.

વાંકાનેર સીટી પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂના રૂ. ૩,૬૫,૩૩૫ ની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર રોડ‌ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસ થાણા તરફથી મળેલી માંહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અલગ-અલગ કુલ દસ ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજરોજ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પર ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ પર વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીનના કુલ 2210 નંગ જેની કિંમત રૂ. 3,65,335 ના જથ્થાનો પ્રાંત અધિકારી એસ. એમ ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક પી. એ. ઝાલા, ઈન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી શાખા-રાજકોટ એસ. આર. મોરી, સીપીઆઇ વી. પી. ગોલ, સીટી પીઆઇ પી. ડી. સોલંકી, પીએસઆઇ એલ. એ. ભરગા સહિતની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામા આવ્યો હતો…

આ સમાચારને શેર કરો