Placeholder canvas

વાંકાનેર: એલ કે સંઘવી કન્યા વિદ્યાલયમાં માતૃ પિતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: આજરોજ વસંત પંચમીના રોજ શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયમાં પિતૃવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં આજે વિદ્યાર્થીઓ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આધળું અનુકરણ કરી રહ્યા છે ત્યારે આ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા માતૃ પિતૃ વંદના અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ધોરણ 10 અને 12 ના 100 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા જેમનું ખરા હૃદયથી અને અંતરના ભાવથી વિદ્યાર્થીની બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું આરતી ઉતારી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

આ કાર્યક્રમમાં ડોક્ટર ભાનુબેન મહેતા વિશેષ ઉપસ્થિત રહી વાલીઓ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું કલ્પેન્દુ ભાઈ મહેતા એ પ્રેરણા આપી આચાર્ય તથા વિદ્યાર્થી ને તેમના અભ્યાસ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવાની ખાતરી આપી અને પ્રોત્સાહિત કર્યા માતૃ પિતૃ વંદનામાં બધાજ વાલીઓ વિદ્યાર્થીઓ અને ત્યાં બેઠેલા દરેક ભાવવિભોર થયા સાથે સાથે ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પેપર બતાવી તેના અભ્યાસને અનુરૂપ યોગ્ય માર્ગદર્શન પણ આપવા માં આવ્યું વડીલ વેદ સાહેબ દ્વારા સ્વ લલિતભાઈ મહેતા અને સ્વ રમણિક ભાઈ મહેતા દ્વારા કરેલા સેવા કાર્યોની પ્રશંશા પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પણ આગળ વધી ડો ભાનુબેન મહેતાની જેમ પોતાના વતન માટે સેવા કરે તેવું જણાવ્યું હતું.

શાળાના આચાર્ય દર્શનાબેન દ્વારા બધા જ ઉપસ્થિત વાલીઓ તેમજ ડો.ભાનુબેન મહેતા ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો વસંત પંચમીના શુભ દિવસે માતા સરસ્વતી સૌ વિદ્યાર્થીઓને , વાલીઓને મનમા મીઠાસ તનમાં તેજ અને હધ્યમાં પ્રસન્નતા અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

આ સમાચારને શેર કરો