Placeholder canvas

રાજકોટ: કણસાગરા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ “પ્રજ્ઞા એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્ટ”ની મુલાકાત લીધી

તાજેતરમાં રોજ શ્રીમતી કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજના અંગ્રેજી વિભાગના પ્રો.ડૉ.પૂર્વીબેન ગજેરા અને ડો.મૃણાલિનીબેન ઠાકર ના માર્ગદર્શન હેઠળ TYBA અને M.A. મુખ્ય અંગ્રેજી વિષયની વિદ્યાર્થિનીઓ દ્વારા તક્ષભાઈ મિશ્રાની આગેવાનીમાં “પ્રજ્ઞા એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્ટ” ની મુલાકાત લીધેલ.

ભક્તિનગર સ્ટેશન પાસે આવેલ ઝૂંપડપટ્ટી ના બાળકો  સાથે સમય વિતાવ્યો. વિદ્યાર્થીનીઓએ તક્ષભાઈ સાથે તેમના NGO વિશે વિસ્તૃત ચર્ચા કરી.અને તેમને જણાવેલ કે આ બાળકોને દયા નહી પણ પ્રેમની આવકશ્યકતા છે. કોલેજની વિદ્યાર્થીનીઓએ બાળકોને ફ્રૂટસ અને બિસ્કીટના નાસ્તા સાથે તેમની મુલાકાત લીધી હતી.તેમનું સંઘર્ષમય જીવન હોવા છતાં પણ તેમના ચહેરા પરની નિર્દોષ ખુશી નિહાળી હતી અને તેમના હિત માટે આપણે શું યોગદાન આપી શકીએ તે માટેનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું.કૉલેજ માં આયોજિત થેલેસેમીયા સેમિનારમાં ભાગ લઈ પોતાની જવાબદારી પૂર્ણ કરી બીજી ખૂબ જરૂરી સામાજિક ફરજ નિભાવી તેમનો દિવસ સાર્થક કર્યો હતો. ઉપરાંત આ કાર્યક્રમ સફળ બનાવવામાં ડો.નિલાબેન પંડયા, ડો.કલ્પેશ સોલંકી,તથા પ્રિ.ડો.જયોતિબેન રાજ્યગુરુ એ સહકાર આપ્યો હતો.

આ સમાચારને શેર કરો