Placeholder canvas

ચોટીલાના રાજપરામાં : ખેતરમાં ચાલવાની ના પાડતાં યુવક પર પિતરાઈ ભાઈઓનો છરીથી હુમલો

ખેતરમાં ધરાર પ્રવેશતા પિતરાઈ ભાઈઓને ટપારતાં ભરત કોળી પર મહિલાઓ સહિતના શખ્સો લાકડી અને છરીથી તૂટી પડ્યા.

ચોટીલા: ચોટીલાના રાજપરામાં ખેતરમાં ચાલવાનીના પાડતાં પિતરાઈ ભાઈ સહિત ચાર શખ્સોએ છરી અને પાઈપથી હુમલો કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પ્રાપ્ત વિગત અનુસાર ચોટીલાના રાજપરામાં રહેતાં ભરતભાઇ વાલજીભાઈ દુધરેજીયા (ઉ.વ.26) ગત રોજ પોતાની વાડીએ હતાં ત્યારે તેમની વાડીમાંથી ધરારથી ચાલતા તેના પિતરાઈ ભાઈ ભરત દુધરેજીયાને ફોન કરી મારી વાડીમાંથી તારે ચાલવું નહીં તેમ કેહતા તે ઉશ્કેરાયો હતો અને ફોનમાં ગાળો આપી ભરતભાઇની વાડીએ ઘસી જઇ ઝઘડો કરી છરી ઝીંકી દીધી હતી

જયારે પાછળથી ઘસી આવેલા હુમલાખોર ભરતનો ભાઈ મૂળુ દુધરેજીયા તેની પત્ની રમાબેન અને માતા જનાબેન સહિતના શખ્સોએ આવી પાઈપથી હુમલો કરી નાશી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે મોટી મોલડી પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્ત યુવકના ભાઈએ જણાવ્યું હતું કે અમારા ખેતરમાં હુમલાખોર ભરતનો રસ્તો ન હોવા છતાં ધરારથી પ્રવેશ કરતા હતાં જેમને ટપરતાં હુમલો કર્યો હતો.

આ સમાચારને શેર કરો