વાંકાનેર: બે અલગ અલગ રેડમાં જાહેરમાં જુગાર રમતા 16 જુગારી ઝડપાયા

જીનપરામાં જાહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા

વાંકાનેર જિનપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આઠ પતા પ્રેમીઓ12050 રોકડ સાથે ઝડપાયા

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ ઘણામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા અને કૃષ્ણરાજ ઝાલાને મળેલી બાદમીના આધારે રેડ કરતા જિનપરા શેરી નંબર,15 સ્ટ્રીટ લાઈટ અંજવાળે જાહેરમાં જુગાર રમતા (1) વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણ (2) સાગરભાઇ શામજીભાઈ સોલંકી (3) મેહુલભાઈ શામજીભાઈ સોલંકી (4) વિકી
ભાઈ રમેશભાઈ અધારા (5) મિલન જયંતીભાઈ બારૈયા (6) સુનિલ રમેશભાઈ રાણેવાડીયા (7) નયન મનસુખભાઈ સારલા (8) નિરવ કાંતિભાઈ ગોસ્વામી રહે તમામ જીનપરા ને પકડીને 12050 મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

અમરનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા

વાંકાનેર અમરનાથ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 8 શકુનિઓ રૂ14150 રોકડ રૂપિયા સાથે ઝડપાયા

મળેલ માહિતી મુજબ વાંકાનેર પોલીસને પેટ્રોલિયમ દરમિયાન મળેલી બાતમીને આધારે રેડ કરતા અમરનાથ સોસાયટી શેરી નંબર7 સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા (1) રોહિતભાઈ બુટાભાઈ મુંધવા (2) રાજદિપસિંહ ઝાલા (3) યસ અજયભાઈ જોબનપુત્રા (4) દિપક પ્રવીણભાઈ સોલંકી (5) વિરલ પ્રદીપભાઈ બુધ્ધદેવ (6) ધવલ ગીરી વિનોદ ગીરી ગોસ્વામી (7) સાગરભાઇ પ્રદીપભાઈ બુધ્ધદેવ (8) ભાવેશભાઈ જયસુખલાલ પાટડીયા સહિત ને પકડીને 14150 મુદ્દામાલ કબજે કરીને જુગાર ધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ બન્ને રેડમાં કામગીરી કરનાર પીઆઈ એનએ વસાવા તથા વાલજીભાઈ પરમાર, વનરાજસિંહ પરમાર, આનંદભાઈ દેગામા, જનકભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ વાળા, યશપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, તાજુદ્દીનભાઈ શેરસીયા, કૃષ્ણરાજસિહ ઝાલા અને દિવ્યરાજસિંહ ઝાલા જોડાયા હતા

આ સમાચારને શેર કરો