Placeholder canvas

ખેડૂતભાઈઓ રાખજો ઉતાવળ: ઓણુકુ ચોમાહુ એક અઠવાડિયા વહેલું છે…

વળી પાછો એકાદ મહિના કેળે 11જુલાઈ પછી મેધરાજા મન મૂકીને વરસી પડશે દશ દિવસની હેલી મા નદી નાળા તલાવડા છલકાઈ જશે. જન્માષ્ટમી એ પણ જામો જામો ભાદરવે પણ ભરપૂર ટંકારાના નેસડા-ખાનપરનાં આકાશ દર્શનના અભ્યાસુ કિશોરભાઇ ભાડજા (મો.નં. 95865 90601) કોઠાસૂઝી આકાશ દર્શનના અભ્યાસુની આગાહી

ટંકારા તાલુકાના નેસડા ખાનપરના ખેડુત અને આકાશ દર્શનનાં અભ્યાસુ કિશોરભાઈ ભાડજા પોતાની કોઠાસુઝથી પ્રતી વર્ષે વરસાદની આગાહી કરે છે. આગાહી કરવા માટે જે પદ્ધતિને અનુસરવામાં આવે છે. તે એક ખગોળીય ઘટના છે. જેને સ્થાનિક ભાષામાં ખાદલીના એટલે કે આકાશી ચિત્ર નામે ઓળખવામાં આવે છે.આ માટે ચૈત્ર સુદ પાંચમની રાત્રે સર્જાતી આકાશમાં ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે.આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે.રોહણી નક્ષત્ર માલના ગાડથી ઓળખાય છે. ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવાય છે.મૃગર્શી નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે.

૨૦૨૪ની સાલનુ વર્ષ કેવુ રહેશે એનું અનુમાન ચૈત્રસુદ પાંચમ ૧૨ એપ્રિલે શુક્રવારે ૧૩:૧૧ મિનિટ સુધીન ચોથ પછી પાંચમ છે જે ચિત્ર જોવા મળશે એ પ્રમાણે ખાદલી અહી રજુ કરી છીએ અહી ચિત્રમા ખાદલી જોતા વશિયત માલના ગાડાથી પાછળ દુર ચાલે છે જેથી ખેત ઉત્પાદન મધ્યમ સારૂ થાય વશિયત છોકરાથી દુર ચાલે છે જે ખુબ સારુ અને માનવ માટે ભય મુક્ત સુચવે છે. વશિયત રખેવાળ ની નજીક અને સામુ જોઈને ચાલે છે જેથી સરહદ ઉપર ધર્ષણ થઈ શકે છે.

વાવણી લાયક વરસાદ એટલે કે સાર્વત્રિક વાવણીનુ ચોમાસુ એક અઠવાડિયા પહેલા ૧૨ જુને થશે. તોફાની બેટિંગ સાથે ચોમાસુ આવી પહોંચશે ઓણ સાલ જુન મહિનામાં ૬-૬-૨૦૨૪ ને ગુરૂવારે પાંચ ગ્રહો ભેગા થશે અને જેઠ નુ વદ પખવાડિયુ ૧૩ દિવસનું છે રોહિણી નક્ષત્ર ઉતરતા છેલ્લા દિવસોમાં અમુક વિસ્તારોમાં રોહિણી રેલાઈ મૂગશીર્ષ બેસતાં જ પ્રિમોનસુન એક્ટિવિટી આરંભ થઈ જશે. અને એક અઠવાડિયા પહેલા ૧૨ જુને વરસાદ તિર વેગે આકાશ માથી ઉતરી પડશે. ધણા વિસ્તારમાં વાવણી થઈ જાય પછી ૧૫ જુન થઈ ચોમાસુ નબળું પડી આદ્રા અમુક વિસ્તારોમાં વરશી પડશે. અષાઢ સુદ પાંચમથી પુનમ સુધી ૧૧ જુલાઈ થી ૨૧ જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડમાં નદી – નાળા – તલાવડા છલકાઈ જશે. સુર્ય નક્ષત્ર પુનર્વસુ અડધેથી સોમાસુ જામશે પુષ્પ નક્ષત્ર ઉતરતા નાનકડો રાઉન્ડ રહશે. આશ્ર્લેષા નક્ષત્ર કોઈક વિસ્તારમાં હળવો રાઉન્ડ અને જન્માષ્ટમી નજીક ૨૬ ઓગસ્ટથી વધુ એક મોટો રાઉન્ડ આવશે. ભાદરવે પણ ભરપૂર વર્ષો થતા અમુક વિસ્તારોમાં લિલા દુસ્કારની સ્થિતિ જોવા મળશે. કોઈ વિસ્તારમાં અતિવૃષ્ટિ થશે. અને પછી હાથિયો ગર્જના કરી નૈર્ઋત્યનુ ચોમાસુ વિદાય લેશે. જોકે ચિત્રા નક્ષત્રમાં માવઠું થવાની શક્યતા પણ છે.

આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંમપરા છે તેના ઉપરથી તારણ સંભાવના, શક્યતાઓ દર્શાવી શકાઈ છે. છેલ્લા છ વર્ષની આગાહી સચોટ રીતે સાચી પડી છે. પરતું હવે શરૂઆતના દિવસોથી કલાઈમેટ ચેન્જ હવામાનમાં બદલવાની ભયંકર અસર વર્તાઈ રહી છે જે જીવસૃષ્ટિ માટે સારી વાત નથી બાકી બધું કુદરતી છે આ અનુમાન છે. આજ રીતે થાય એવું જરૂરી નથી, તેમ કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા જી મોરબી મો નં ૯૫૮૬૫૯૦૬૦૧એ સ્પષ્ટતા પણ કરી છે.

આ સમાચારને શેર કરો