Placeholder canvas

ટંકારા: લજાઈ ગામે ગાડીમાંથી બેટરી ચોરનાર તીથવાના તસ્કરને ઝડપી પાડતી ટંકારા પોલીસ

ડિ સ્ટાફના કૌશિકભાઈ પટેલ સિદ્ધરાજસિહ ઝાલા એ ટેકનિકલ એનાલિસ્ટ કરી રિઢા ચોરને પકડી પાડયો

ટંકારા તાલુકાના લજાઈ ગામે પાર્ક કરવામાં આવેલા અલગ અલગ 13 વાહનોમાંથી કોઈ અજાણ્યો તસ્કર બેટરી ચોરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જેની તપાસ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવા માં પોલીસને સફળતા મળી છે અને એક રીઢા ચોરને પકડી પાડયો છે.

આ બનાવ અંગે જાણવા મળતી હકીકત મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા કોગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય પંકજભાઈ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની ઓફીસ પાછળ ખુલ્લામાં રાખવામાં આવેલ અલગ અલગ 13 વાહનોમાંથી કોઈ અજાણ્યો તસ્કર રૂપિયા 52 હજારની કિંમતની 13 બેટરી ચોરી કરી જતા શોધખોળ કર્યા બાદ પણ આ બેટરી ન મળી આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ટંકારા પોલીસના થાણા અમલદાર એમ જે ધાંધલ ડી સ્ટાફના જમાદાર ચેતન કડવાતર, વિજયભાઈ બાર, ભાવેશભાઈ વરમોરા સહિતના જવાનો એ ધટના નજીક સિસીટિવી તપાસ કામે લાગી ગયા હતા ત્યારે ડિ સ્ટાફના કૌશિકભાઈ પેઠરીયા અને સિદ્ધરાજસિહ ઝાલા દ્વારા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ એનાલિસ્ટ હાથ ધરી સંયુક્ત બાતમીના આધારે આ ગુન્હાના આરોપી મહેબુબ અલાદીન મહમદ બાકરોલીયા જાતે મોમીન ઉ. વ 47 મુળ તિથવા તા વાકાનેર હાલ રહે રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ મોહમ્મદીબાગ રાજકોટ વાળાને ચોરીના મુદામાલ સાથે ગુના કામે ઉપયોગમાં લેવામાં આવેલ એક ઈકો કાર નં જીજે3 એફ ડી 1664 કબજે કરી ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

આ તસ્કરે 13 બેટરી ચોરીને એકલા હાથે અંજામ આપ્યો હતો લગાતાર ત્રણ કલાક બાદ તસ્કરી કરી જતી વખતે દુર એક મકાન ના સિસી ટિવી મા આ તસ્કર ની ટાલ અને ચશ્મા ચમકતા ટંકારા પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા મહત્વની કડી મળી અને ખાનગી બાતમીદારોને આવા ઈકો વાળાની તપાસ હાથ ધરવાનું કહેતા અનેક નામાંકિત ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી ચોરીનો ભેદ ઉકેલાયો છે.

આ સમાચારને શેર કરો