Placeholder canvas

વાંકાનેર: 10વર્ષની દીકરીએ આખા મહિનાના રોજા રાખીને રમજાનમાં અલ્લાહની ઈબાદત કરી.

વાંકાનેર શહેરના લક્ષ્મીપરામાં રહેતી 10 વર્ષની દીકરી લાખા આફિયા અમિનભાઈએ રમજાન માસ દરમિયાન આખા મહિનાના રોજા રાખીને અલ્લાહની ઈબાદ કરી છે.

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતી આફિયાએ રમઝાન માસ દરમિયાન પોતાના પરિવાર સાથે વહેલી સવારે ઊઠીને શહેરી કરીને સૂર્યાસ્ત સુધી કઈ પણ ખાધા પીધા વગર રોજુ રાખતી હતી, આફિયા એ રમજાનના મહિના ભરના રોજા રાખીને અલાહની ઈબાદત કરી છે. આફિયાની ઉંમર માત્ર 10 વર્ષની છે અને તે ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહી છે.

આ સમાચારને શેર કરો