વાંકાનેર : ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પાકની નુકસાની અંગે મામલતદારને આવેદન

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં અતિભારે વરસાદના લીધે ખેડૂતના ઉભા પાકમાં ભારે નુકસાન થયેલ છે. સતત વરસાદથી મગફળી, કપાસ, તુવેર, તલ, મગ જેવા પાકમાં ઉત્પાદન મળી શકે તેમ નથી. તો ખેડૂતોને ખેતી બચાવવા માટે તાત્કાલિક સહાય કે પેકેજ જાહેર કરવા નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા ભારતીય કિસાન સંઘ – વાંકાનેર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

  1. વરસાદના ખોટા આંકડા રજુ થાય છે. તેની સ્પષ્ટતા કરી ખરી વિગત જાહેર કરવી.
  2. જે વરસાદ થયો છે તે અનરાધાર થયો છે. તેનાથી પાકનું ઉત્પાદન ન મળે કે કેમ, તે માટે ખેતી નિષ્ણાંતોના મંતવ્ય લેવા.
  3. સતત વરસતા વરસાદથી નદી કાંઠાના ખેતર જે ડૂબમાં ગયેલ છે. તે જમીનનો તાત્કાલિક સર્વે કરવો અને સહાય ચૂકવવી.
  4. સતત વરસાદના લીધે પાક પાણીમાં જ છે. ઉત્પાદન મળે તેમ નથી, તેમના સર્વેની કામગીરીમાં ખેડૂતોને વિશ્વાસ નથી, તો તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલિક વળતર ચુકવવું.
  5. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ફેરફાર કરી ખેડૂતોને હાલની જે પાકની નુકસાની થાય છે. તેમાં સમાવેશ કરવાની માંગણી છે.
  6. ટેકાના ભાવથી ખરીદીની પ્રક્રિયા તાત્કાલિક ચાલુ કરવી. ઉત્પાદન થયેલ તમામ ખેતી પાકોનો ટેકાના ભાવથી ખરીદી અથવા વેચાણ થાય તે માટે એ.પી.એમ.સી.માં વ્યવસ્થા કરવી.
  7. જે જમીનમાં સતત વરસાદના પાણીથી રેશા ફૂટી ગયા છે ને કુવા તથા બોરમાંથી પાણી સતત ખેતરમાં જાય છે. તેવા ખેતરોના સર્વે કરી પાણી નિકાલ માટે યોજના બનાવવી અને તેમાં ખેડૂતોને સહાય કરવી.
  8. હાલમાં જે જમીન અથવા ખેતરે જવાના રસ્તાનું વરસાદથી થયેલ નુકસાનને રીપેર કરવા માટે સરકારી જમીનમાંથી માટી અથવા રેતી કે પથ્થરો લઇ જવા માટે ખેડૂતોને છૂટછાટ આપવી.
  9. જે જમીન ધોવાણ અથવા ડૂબમાં ગયેલ છે તેનો સર્વે કરવા તાત્કાલિક હુકમ કરવા ભારતીય કિસાન સંઘની માંગણી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો