મહિલાને ધમકી: મારી સાથે લગ્ન કરી લે નહીંતર…

છોકરીને બદનામ કરવાની અને છોકરાને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરમાં રહેતી મહિલાને એક શખ્સે લગ્ન કરવાનું દબાણ કરી તેના દીકરા દીકરીઓને સમાજમાં ખોટી રીતે બદનામ કરવાની તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે મહિલાની ફરિયાદ પરથી આ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના દિગ્વીજયનગર, પેડક ઉપર રહેતી મહિલાએ આરોપી જગદીશભાઇ વશરામભાઇ વોરા (રહે વાંકાનેર, દિગ્વીજયનગર પેડક સોસાયટી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પતિ બે વર્ષ પહેલા ગુજરી ગયેલ હોય, આરોપી ફરિયાદીને અવાર-નવાર પોતાની સાથે લગ્ન કરી લેવા દબાણ કરતો હતો પણ ફરિયાદી આરોપી સાથે લગ્ન કરવા માગતા ન હોય લગ્ન કરવાની ના પાડતા આરોપીએ ફરિયાદી સાથે અવારનવાર ઝગડો તકરાર કરી ફરિયાદીના દિકરા દિકરીઓની સમાજમા ખોટી વાતો ફેલાવી બદનામ કરવાની ધમકીઓ આપી તથા ફરિયાદી-સાહેદોને મારી નાખવાની ધમકીઓ આપી હતી. તથા ફરિયાદી પોતાના ઘર બહાર નીકળે ત્યારે ચેનચાળા કરી ફરિયાદીના દિકરા વરૂણનો આગામી ત્રીસ તારીખે જન્મદિવસ આવતો હોય તેને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 272
  •  
  •  
  •  
  •  
  •  
    272
    Shares