Placeholder canvas

વાંકાનેર: જ્યોતિ વિદ્યાલય અને કિડઝલેન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ રચ્યો ઇતિહાસ…

વાંકાનેર: આગામી ઓગસ્ટ મહિનામાં લખનઉ ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટનું આયોજન થનાર છે, જેમાં 20 દેશના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ ઇવેન્ટ માટે વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલ અને જ્યોતિ વિદ્યાલયના છ વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. આ બંને સ્કૂલના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં લખનઉ જશે. જ્યાં એક સાથે 20 થી વધારે દેશના વિદ્યાર્થીઓ સાથે સતત પાંચ દિવસ સુધી ઇવેન્ટમાં સ્પર્ધા કરશે અને ભારત દેશનું નેતૃત્વ કરશે….

આ ઇવેન્ટમાં હિસ્ટ્રી અને એન્વાયરમેન્ટ એમ બે ટોપીક હોય છે, આ ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ દેશના વિદ્યાર્થીઓ અને ઇન્ડિયાની અંદરથી જે બે સ્કૂલના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એ બંને ટીમના વિદ્યાર્થીઓએ આ બે ટોપિક ઉપર સતત પાંચ દિવસ સુધી સ્પર્ધા કરવાની હોય છે. વિજેતા થનાર ટિમના વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

વાંકાનેર જેવા નાનકડા ગામના વિદ્યાર્થીઓ જ્યારે આટલા ઊંચા લેવલ સુધી જઈને વિદેશના વિદ્યાર્થીઓ સાથે હરિફાઈ કરશે. આ ઇન્ટર નેશનલ ઇવેન્ટ માટે સમગ્ર ભારત ભરમાંથી ફક્ત બે જ સ્કૂલો આ ઇવેન્ટ માટે સિલેક્ટ થયેલ છે, જેમાંની એક સ્કૂલ જ્યારે વાંકાનેરની છે એ વાંકાનેર માટે ગર્વની વાત છે.

આ સમાચારને શેર કરો