વાંકાનેર: રાતાવીરડા નજીક કારખાનામાંથી બાળકનું અપહરણ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારના સાડા પાંચ વર્ષના બાળકની કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મોરબી જિલ્લામાં વધુ એક ઘટના સામે આવી છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે શ્યામ કોલ કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના લીમ્બી ગામના વતની પવન કૈલાશભાઇ નીંગવાલના સાડા પાંચ વર્ષના પુત્ર રીતીકને ગત તા.3 ના રોજ કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે ત્રણેક દિવસ પૂર્વે ઘુટું ગામે મામાના ઘેર આવેલા ભાણેજની અપહરણની ઘટના તાજી જ છે ત્યાં ગણતરીની કલાકોમાં વધુ એક અપહરણની ઘટના બનતા શ્રમિક પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. હલા વાંકાનેર પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો