Placeholder canvas

મદની સ્કૂલ સીંધાવદરનું 100% પરિણામ : સિંધાવદર કેન્દ્રમાં ટોપ

(Promotionsl Artical)
આજે ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રીઝલ્ટ આવી ગયું છે, સમગ્ર બોર્ડનું 65.18% રિઝલ્ટ આવેલ છે. જ્યારે મોરબી જિલ્લાનું સરેરાશ 73.79 ટકા પરિણામ જાહેર થયું છે. મોરબી જિલ્લાના 304 વિદ્યાર્થીઓએ એ – વન ગ્રેડ મેળવ્યો છે.
જ્યારે વાંકાનેર કેન્દ્રનું 76.97 ટકા પરિણામ આવેલ છે, વાંકાનેર કેન્દ્રમાંથી કુલ 2126 વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા જેમાંથી 2098 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 1615 વિદ્યાર્થી પાસ થયા છે. વાંકાનેર કેન્દ્રમાં કુલ ચાર કેન્દ્રો આવેલા છે જેમાં સીંધાવદર કેન્દ્રમાં કુલ 223 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં થી 223 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એ પરીક્ષા બાદ 188 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ સીંધાવદર કેન્દ્રનું 84.30 ટકા પરિણામ આવેલ છે. જે મોરબી જિલ્લાના તમામ કેન્દ્રોમાં સૌથી વધુ છે.
વાંકાનેર તાલુકાના સિંધવદર ગામમાં આવેલી મદની સ્કૂલનું 100 ટકા પરિણામ આવેલ છે. સીંધાવદર કેન્દ્રમાં પ્રથમ નંબરે મદની સ્કૂલનો વિદ્યાર્થી સમીર પરાસરા આવેલ છે. એમને 87.16 ટકા અને 96.74 PR મેળવેલ છે. સિંધાવદર કેન્દ્રમાં બીજું સ્થાનમાં મદની સ્કૂલના બે વિદ્યાર્થીઓએ મેળેલ છે, શેરસીયા રિયાઝ યુસુફભાઈ જેમને 85.33 ટકા અને 95.57 PR મેળવેલ છે, મદની સ્કૂલની બીજી વિદ્યાર્થીની પરાસરા સમનબાનું અબ્બાસભાઈ જેમને પણ 85.33 ટકા અને 95.57 PR મેળવેલ છે.
મોરબી જિલ્લામાં કુલ ૧૦ શાળાઓનું 100 ટકા પરિણામ આવેલ છે, જેમાંની એક સીંધાવદરની મદની સ્કુલ છે, મદની સ્કૂલે આ બીજી વખત 100 ટકા પરિણામ મેળવેલ છે. સીંધાવદર કેન્દ્રમાં પ્રથમ અને દ્વિતીય નંબર મદની સ્કૂલના વિદ્યાર્થીએ મેળવીને આ વિસ્તારમાં મદની સ્કૂલે શૈક્ષણિક ડંકો વગાડીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી બતાવી છે.
આમ ધોરણ 10માં મદની સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં અને સિંધાવદર કેન્દ્રમાં પ્રથમ અને દ્વિતીય નંબર પર મદની સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ આવતા આ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના પ્રિન્સિપાલ ઈરફાન શેરસીયાએ અભિનંદન પાઠવીને આગળ શિક્ષણમાં પણ ખૂબ સારી સફળતા મેળવીને પોતાની કારકિર્દી ઘડી એ માટે શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સ્કૂલના સ્ટાફને પણ અભિનંદન પાઠવીને તમામનો આભાર માન્યો હતો.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો