Placeholder canvas

12 સાયન્સ બાદ ધોરણ 10માં પણ ભરવાડના દીકરાએ વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું !!

જોડિયા ભાઈ વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એકે પ્રથમ અને બીજાએ કેન્દ્રમાં ત્રીજો નંબર મેળવ્યો…!!

આજે ધોરણ દશનુ ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં મોરબી જિલ્લાએ રાજ્યમાં બીજુ સ્થાન મેળવેલ છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું પરિણામ 76.97 પ્રકાશ આવેલ છે. વાંકાનેર કેન્દ્રમાં ટોપટેનમાં પ્રથમ કોણ આવ્યું ? એ જાણવા સૌ આતુર હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કપ્તાન દ્વારા વાંકાનેર ટોપ ટેન ટૂંકમાં જાહેર કરશે.

આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સમાં ભરવાડ સમાજના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે તાજેતરમાં ૧૨ સાયન્સમાં વાંકાનેર કેન્દ્રને મોરબી જીલ્લામાં પ્રથમ નવીકલાવડી ગામના રમેશ ગમારા આવ્યો હતો, જ્યારે આજે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયું છે તેમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ લામકા ખેંગાર આવેલ છે. લામકા ખેંગારએ જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી છે, ભરવાડ સમાજમાંથી આવે છે અને વાંકાનેરના ભરવાડ પરામાં રહે છે.

મળેલી માહિતી મુજબ લામકા ખેંગારના પિતા આજે પણ દૂધનો ધંધો કરે છે અને લામકા ખેંગાર અને લામકા નૈમિશ આ બન્ને લામકા વાલાભાઈના જોડિયા પુત્રો છે. બંને સાથે જ્ઞાનગંગા સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા હતા. આ બન્નેએ સાથે ધોરણ 10ની પરીક્ષા આપી હતી જેમાં લામકા ખેંગાર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ અને લામકા નૈમિશ વાંકાનેર કેન્દ્ર તૃતિય સ્થાન મેળવેલ છે. આમ આ વર્ષે 12 સાયન્સ અને ધોરણ 10માં વાંકાનેર કેન્દ્રમાં ભરવાડ સમાજના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે. આમ જોઈએ તો ભરવાડ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે, પરંતુ હવે ભરવાડ સમાજ પણ શિક્ષણમાં આગળ વધી રહ્યો છે એટલું જ નહીં આ સમાજના વિદ્યાર્થીઓ ટોપ પણ કરી રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં વાંકાનેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા અને દૂધની ફેરી કરતા લામકા વાલાભાઈના પુત્ર લામકા ખેંગારે ઐતિહાસિક 96.33% ટકા સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેનો PR 99.95 છે. લામકા ખેંગાર જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી છે. ખેંગારે ધો.10 ના કુલ 6 વિષયોના 600 ગુણમાંથી 578 ગુણ મેળવેલ છે. તેણે ગુજરાતીમાં 93, સામાજીક વિજ્ઞાનમાં 98, વિજ્ઞાનમાં 98, અંગ્રેજીમાં 91, સંસ્કૃતમાં 98, અને ગણિતમાં 100 માંથી 100 ગુણ મેળવેલ છે. અત્રે નોંધનીય બાબત એ છે કે તેના જોડીયો ભાઇ લામકા નૈમિષે પણ 95.33% ટકા સાથે વાંકાનેર કેન્દ્રમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. તેનો PR 99.90 છે. તે પણ જ્ઞાનગંગા સ્કૂલનો જ વિદ્યાર્થી છે. બન્ને ભાઇઓએ અદભુત સફળતા સાથે ધો.10 ના વિધાર્થીઓને અનેરી પ્રેરણા પુરી પાડી છે. મહેનતનો કોઈ વિકલ્પ નથી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો