Placeholder canvas

ખેરવા ગામે 12 વર્ષની સગીરા ગુમ થઈ જતા અપહરણનો ગુનો દાખલ

રાજકોટ તાલુકાના ખેરવા ગામે 12 વર્ષની સગીરા ગુમ થઈ જતા અપહરણનો ગુનો દાખલ થયો છે. બાળકી રાત્રે બાથરૂમ કરવા જવાનું કહીં રૂમ બહાર ગયા બાદ પરત આવી નહોતી. એરપોર્ટ પોલીસના પીઆઈ જે.એસ. ગામીત અને પીએસઆઇ એ.કે. ગોસ્વામી અને તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

12 વર્ષની બાળકીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, હું, મારી પત્ની, મારા સંતાનો બે દિકરી તથા બે દિકરા એમ પરિવારમાં સાથે રહીએ છીએ. હું જેસીબી ચલાવું છું. જેમા સૌથી મોટી દિકરી ઉ.વ.-17ની છે. તેનાથી નાની ઉ.વ.-12ની છે. ગઇ તા.7/3ના રાત્રીના હું તથા મારી પત્ની તથા બાળકો ઘરે હાજર હતા અને આશરે નવેક વાગ્યે બધા જમીને સુઈ ગયેલ હતા અને રાત્રીના 12.30 વાગ્યાના અરશામા મારી 12 વર્ષીય દિકરી જાગેલ અને બાથરુમ કરવા માટે જાવ છું તેમ કહીને દરવાજો ખોલીને રૂમ બહાર ગયેલ. ઘણો સમય થવા છતા મારી દિકરી પાછી ન આવતા હું તથા મારી પત્ની બહાર આવીને તપાસ કરતા મળી આવેલ ન હતી. આસપાસ અમારા સગામાં તથા મુળગામ તપાસ કરાવતા મળી આવેલ ન હોય, મારી દિકરીનુ કોઈએ અપહરણ કરેલ હોય તેવી અમને શંકા છે. એરપોર્ટ પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો