Placeholder canvas

વાંકાનેર: ખીજડીયા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર,હવે ઉપસરપંચ સરપંચ…

વાંકાનેર: તાલુકાની ખીજડીયા પીપરડી સંયુક્ત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તેમાં મત લેતા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતા ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવેલ છે.

મળેલી માહિતી મુજબ ચૂંટણીમાં ખીજડીયા ગ્રામ પંચાયતની સરપંચની સીટ બક્ષીપંચ અનામત આવતા બે જૂથો સામ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં ગુલામભાઈ પરાસરાના જૂથનો વિજય થયો હતો સામાપક્ષે સમીમભાઈના ગ્રુપનો પરાજ્ય થયો હતો અને તેઓ પોતે પણ વોર્ડના સભ્યપદની ચૂંટણી હારી ગયા હતા.

સતા સંભાળ્યાના થોડા સમયમાં જ સરપંચ અને તેમના જૂથના સભ્યો વચ્ચે મતભેદ શરૂ થયા હતા, ઘણી કોશિશ પછી પણ આ મત ભેદો દૂર ન થતા આખરે ચૂંટાયેલા સરપંચ આફતાબઆલમ અનસારી સામે તેમના જૂથના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી, જેમાં નિયમ અનુસાર અવિશ્વાસની દરખાસ્તમાં મત લેવામાં આવ્યો હતો અને આ મતમાં એક સભ્ય ગેરહાજર રહ્યા હતા બાકીના આઠ સભ્યો સરપંચના વિરોધમાં જતા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ હતી અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ અવિશ્વાસની દરખાસ્તના મત માટેની મળેલી મિટિંગમાં સરપંચ પોતે પણ ગેરહાજર રહ્યા હતા.

ખીજડીયા પીપરડી સંયુક્ત ગ્રામ પંચાયતમાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પરાસરા ગુલાબભાઈ નૂરમહંમદભાઈને સરપંચનો ચાર્જ આપવામાં આવ્યો છે. તેઓ હવે સરપંચની ફરીથી ચૂંટણી થાય અને નવા સરપંચ ચૂંટાઈને આવે ત્યાં સુધી ગામના સરપંચ તરીકેનું ચાર્જ સંભાળશે.

આ સમાચારને શેર કરો