Placeholder canvas

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણઃ ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે? જાણો.

2022: વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આજે એટલે કે 25 ઓક્ટોબર 2022ના લાગવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણનો સુતકકાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. ભારતમાં પણ આ સૂર્યગ્રહણને જોઈ શકાશે.

સૂર્યગ્રહણનો સમય
ભારતમાં આ સૂર્યગ્રહણ બપોરે 2:29 વાગ્યે શરૂ થશે અને લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. આ વખતે સૂર્યાસ્ત પછી પણ ગ્રહણ હશે. ગ્રહણ સાંજે 6.32 કલાકે સમાપ્ત થશે.

ભારતમાં આ સ્થળોએ દેખાશે સૂર્યગ્રહણ 
આ આંશિક સૂર્યગ્રહણ મુખ્યત્વે યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના કેટલાક ભાગોમાંથી દેખાશે. ભારતમાં આ ગ્રહણ નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી, મથુરામાં જોવા મળશે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ સૂર્યગ્રહણને પૂર્વ ભારત સિવાય આખા ભારતમાં જોઈ શકાશે.

અહીં લાઈવ જોઈ શકાશે સૂર્યગ્રહણ 
NASA અને Timeanddate.com બંનેએ સૂર્યગ્રહણ માટે લાઇવ સ્ટ્રીમ લિંક બહાર પાડી છે. આના દ્વારા વિશ્વભરના લોકો આ અદ્ભુત અવકાશી ઘટનાને જોઈ શકશે.

આકાશમાં થનારી આ ખગોળીય ઘટનાને ક્યારેય નરી આંખે ન જોવી જોઈએ કારણ કે સૂર્યના કિરણો આંખોને નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યગ્રહણને ટેલિસ્કોપથી પણ ન જોવું જોઈએ. આને જોવા માટે ખાસ બનાવેલા ચશ્માનો જ ઉપયોગ કરવો જોઈએ.

આ સમાચારને શેર કરો