Placeholder canvas

વાંકાનેર: ખીજડીયાની સીમમાં દીપડાએ રાત્રે વાછરડાનું મારણ કર્યું…

વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી દિપડાઓ વિડી કે જંગલમાંથી નીકળીને માનવ વસાહત સુધી પહોંચવા લાગ્યા છે. અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓ આંટાફેરા તથા પશુના મારણ કરી રહ્યો છે. ગતરાત્રે વાંકાનેરના તાલુકાના ખીજડીયા ગામની વિડીની બાજુની સીમમા દિપડો ચડી આવ્યો હતો અને ખેડૂતની વાડીમાં બાંધેલ એક વાછરડાનું મારણ કર્યું હતું…

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની વિડીની બાજુમાં સીબોસીયા નામથી ઓળખાતી સીમમાં આવેલ ખેડૂત લીલાભાઇ સયાભાઈ મુંધવા વાડીમાં ગતરાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક દિપડો ચડી આવ્યો હતો, જેને વાડીમાં બાંધેલ એક વાછરડાનું મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ખેડૂત જાગી જતાં દિપડો ભાગી ગયો હતો, જે બાદ મોડીરાત્રીના 12 વાગ્યે ફરી પાછો આ દિપડો વાડીમાં આવી ચડ્યો હતો. અને વાછરડાનું મારણ કરી ત્યાંજ ખાધું હતું. આથી આ વિસ્તારમાં ખેડૂતોમાં ભય ફેલાયો છે અને વાડીએ જતા ડરી રહયા છે.

આ સમાચારને શેર કરો