Placeholder canvas

ઈલેક્ટ્રોનિક્સ-95 બેચમેટ્સ પ્રાયોજિત એવીપીટીઆઈ એલ્યુમની એસો.નું વાર્ષિક ગેટ ટુ ગેધર 31 ડિસેમ્બરે યોજાશે.

દેશ વિદેશ વસતા ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ પરિવાર સાથે ગ્રીન લીફ  ક્લબ ખાતે જોડાશે

કાર્યક્રમ દરમિયાન દેહદાન, ચક્ષુદાન, અંગદાન, શાકાહાર જનજાગૃતિ અભિયાન. પર્યાવરણ જાગૃતિ વિગેરે સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવશે

દેશ-વિદેશમાં  જાણીતી રાજકોટની એવીપીટી કોલેજ ઇલેક્ટ્રોનિક અભયાસ ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવતી સંસ્થા છે , આ કોલેજમાં અભ્યાસ  કરીને હજારો વિધ્યાર્થીઓ ભારતભરમાં સરકારી, અર્ધ  સરકારી. પ્રાઇવેટ કંપનીઓ જેમ કે ઇસરો, પીઆરએલ, રિલાયન્સ, ભાભા એટોમીક, વિપ્રો, પોલીસ ડીપાર્ટમેન્ટ વિગેરે અનેક કંપનીઓમાં ઉચ્ચ હોદા પર નોકરી કરી રહ્યા છે. એવીપીટી એલિમની એસો, દ્વારા તા, 31-12-23 ના રોજ રવિવારે રાજકોટના જામનગર રોડ સ્થિત ગ્રીન લીફ રિસોર્ટ ખાતે ભવ્ય એક દિવસીય ગે ટુ ગેધર નું આયોજન કરેલ છે. આ વર્ષે એલિમની ફંકશન સંદીપ શ્રીમાંકર તથા જગત માતરિયાની આગેવાનીમાં 1995 [ઈલેક્ટ્રોનિક્સ] બેચના વિધ્યાર્થીઓ સ્પોન્સર કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભવ્ય પારિવારિક પ્રોગ્રામમાં ગેમ્સ, ડાન્સ, પરફોર્મન્સ, ડી. જે., મિમિક્રી, ગરબા સહિતના રંગારંગ કાર્યક્રમ સાથે સાથે એનિમલ હેલ્પ લાઇન ના સહયોગથી દેહદાન, ચક્ષુદાન , અંગદાન ,શાકાહાર જનજાગૃતિ અભિયાન વિગેરે સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવશે. બાળકો તથા વિજેતાઓ માટે અનેકવિધ પ્રાઇઝ / ગિફ્ટ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ માટે વિધ્યાર્થીઓના ઓનલાઈન તથા ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ થી ચૂક્યા છે. બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે, રજીસ્ટ્રેશન તથા વધુ વિગત માટે એવીપીટી એલિમની ઓફિસ, એવીપીટીઆઈ કોલેજ કેમ્પસ, ટાગોર રોડ, હેમુ ગઢવી હૉલ સામે સવારે 11 થી 1 તથા સાંજે 4 થી 6 દરમિયાન સંપર્ક કરી શકાશે, રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30-12-23 હોય સત્વરે રજીસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થા તરફથી અનુરોધ કરવામાં  આવ્યો છે.

આ સમગ્ર આયોજન સફળ બનાવવા  માટે એલિમની એસો. ના પ્રમુખ વી, એમ પટવારીના [98980 86690] માર્ગદર્શનમાં  સંદીપભાઈ શ્રીમાંકર [90990 14012], જગત માતરિયા [99251 99001], પ્રવીણ પટેલ, કિરણ ટાંક  બુહેચા, ચિંતન ઉપાધ્યાય [અમદાવાદ], ડી સી મહેતા [અમદાવાદ], ગોપાલભાઈ ખીરસરિયા, પી. કે. દવે, ડી. એમ. પૂજારા, આર. એલ. ઠેસિયા, વી. આર. કણસાગરા, પી. કે. રાણપરિયા, ડી.બી.પાચાણી, કે.જે. જોષી, એસ.એન. આડેસરા, પરેશગીરી ગોસાઇ, નીરવ સંઘવી  વિગેરે જહેમત ઉઠાવી રહયા છે. 

આ સમાચારને શેર કરો