Placeholder canvas

કેસરીદેવસિંહજીનું વાંકાનેરની જનતાએ ઉમળકાભેર સ્વાગત કર્યું… જુવો વિડિયો…

વાંકાનેર: આજે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજી ઝાલાનું રાજ્ય સભામાં સાંસદ તરીકે નિયુક્તિ થતા ભવ્ય સભા વાંકાનેરમાં વિજય યાત્રા નીકળેલ જેમાં રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ, મોરબી ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ મોરબી જિલ્લાના વિવિધ હોદ્દેદારો વિજય યાત્રામાં ઉપસ્થિત રહેલ, તેમજ બહોળી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર તેમજ પુષ્પ વર્ષાથી સન્માન કરીને અભિવાદન કરેલ વાંકાનેરની પ્રજાએ હર્ષની લાગણી અનુભવી વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી થી મહીકા, ગારીયા, ચંદ્રપુર, નેશનલ હાઈવે થી ગ્રીન ચોક, માર્કેટ ચોક, થી બાપુના બાવલા પહોંચીને સભામાં ફેરવાય હતી.

આ વિજય યાત્રા વાંકાનેરના રાજમાર્ગો પર ફરી હતી અને રાજમાર્ગોના દરેક ચોકમાં વિવિધ એશોસિયનો અને સમાજ દ્વારા વાંકાનેર ના મહારાજા અને નવનિયુક્ત રાજ્ય સભાના સભ્ય કેસરિદેવસિંહજી ઝાલાનુ સ્વાગત અને સન્માન કરાયું હતું. તેમ જ સમગ્ર શહેરને સુશોભિત કરવામાં આવ્યું હતું, ઠેર ઠેર કમાનો બાંધી અને વિવિધ સમાજ અને એશોસિયનના સ્વાગતના બેનરો લગાવવામાં આવ્યા હતા.

આ સભામાં સાંસદ મોહનભાઈ કુંડારિયા એ કેસરી દેવસિંહજી રાજ્યસભાના સભ્ય બનતા ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તેમને અને ભાજપને સાથ આપનાર તમામ આગેવાનો કાર્યકરો અને પ્રજાનો આભાર માનીને કહ્યું હતું કે કેસરીદેવસિંહજી ની ટર્મ 2024 માં પૂરી નથી થવાની પણ 2029 સુધી રહેવાના છે તેમજ કોઈ ગાડા નીચે કૂતરું આવી જાય અને તે એમ સમજે કે આ ગાડાને હું જ ખેંચું છું તો આજે બધું સ્પષ્ટ થઈ ગયું છે. જ્યારે કેસરીદેવસિંહજીએ પોતાના પ્રવચનમાં ભારતના વડાપ્રધાન, ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને તમામ આગેવાનો આભાર માન્યો હતો તેમ જ મને અહીંયા સુધી પહોંચાડવાની તાકાત લોકોએ આપી છે. તેઓના સાથ સહકારથી જ હું અહીંયા પહોંચ્યો છું અને હું લોકો વચ્ચે હતો, છું અને રહીશ….

આખરે આભાર વિધિ બાદ સભા પૂર્ણ કરી હતી અને ત્યારબાદ પાંજરાપોળમાં રાખેલ ભોજન સમારંભમાં બધાએ ભોજન લીધું હતું.

ચોર કળા કરી ગયા

આ કેસરીદેવસિંહજીની વિજય અને સ્વાગત રેલીમાં સારી સંખ્યામાં લોકો ઊંમટી પડ્યા હતા અને ઠેર ઠેર ચોકોમાં સ્વાગત કરવામાં આવી રહયું હતું, ત્યારે ચોર પોતાની કળા કરી ગયા હતા અને સારું એવું દન્યું રડી લીધું હતું. ખાસ કરીને જીનપરા ચોકથી ખિસ્સા કપાવાના અને પાકીટ ચોરાવાના કિસ્સા સામે આવવા લાગ્યા હતા. અમારા સુધી 10 થી 12 વ્યક્તિના પાકીટ ચોરાયાની માહિતી આવેલ છે. આમ આ ભીડનો લાભ આજે ચોરે ઉઠાવીને કળા કરી ગયા…

ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તેમના અમુક નજીકના ટેકેદરોની ગેરહાજરી…

આ સમગ્ર કાર્યક્રમમાં ટંકારા, મોરબી ના ધારાસભ્ય જિલ્લાના પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ અને વિવિધ આગેવાનો હાજર હતા જ્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પોતે દેખાયા નોહતા. આ ઉપરાંત તેમના નજીકના અમુક ટેકેદારો પણ દેખાયા ન હતા જ્યારે ઘણા બધા જીતુભાઈ તરફથી કહેવાતા આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી… આ તો રાજકારણ છે ભાઈ….

આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ વિડિયો જુવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….. ( પાર્ટ-૧ )

https://facebook.com/815966116486324

આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ વિડિયો જુવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….. ( પાર્ટ-૨ )

https://facebook.com/1733793753741847

આ સમાચારને શેર કરો