Placeholder canvas

આવતીકાલથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે.આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી,અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે 19 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ,ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો