Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આવતીકાલનું પેપર લેવાશે,20 માર્ચ પછીની પરીક્ષાઓ મોકુફ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો તથા સંલગ્ન કોલેજોમાં શૈક્ષણીક કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે

રાજકોટ: કોરોનાની વધતી મહામારીમાં ગુજરાત રાજય સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ચાલુ છે તેમાં આવતીકાલનું છેલ્લુ પેપર યથાવત રાખી લેવામાં આવશે. ગુજરાત રાજય સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તા. 20 માર્ચ પછી શરુ થનાર તમામ પરીક્ષાઓ મોકુફ રાખવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ભવનો તથા સંલગ્ન કોલેજોમાં આવતીકાલથી ઓનલાઈન શૈક્ષણીક કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો