Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં જીરાની રેકોર્ડ બ્રેક આવક

આજના એક દિવસની 10800 મણની અને સીઝનના શરૂઆતના મહિનાની 112750 મણની રેકોર્ડબ્રેક આવક થઈ

ખેડૂતોને જીરાની ક્વોલિટી પ્રમાણે એક મણના રૂપિયા રૂ.2300 થી 3000 નો ભાવ મળે છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં હાલ જીરાની સિઝન ચાલુ છે, ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ૧૯૫૬ થી અત્યાર સુધીના ઇતિહાસમાં જીરાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. ચાલુ સીઝનના શરૂઆતના મહિનામાં જ 112750 મણની જીરાની આવક વાંકાનેર યાર્ડમાં થયેલ છે. દર વર્ષે આખી સીઝનમાં જે જીરાની આવક થાય છે તે ચાલુ મહિનામાં જ આવક થઇ છે. જયારે આજે એક જ દિવસની જીરાની રેકોર્ડ બ્રેક આવક 10800 મણ ની થઇ છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક થાય છે તેની રોજ ઉતરાયણ, રોજ વેચાણ, રોજ તોલાઇ અને તે દિવસે તેમનું બિલ મળી જતું હોય છે. કોઈ પણ ખેડૂતનો માલ પડતર રહેતો નથી. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને તે દિવસે પેમેન્ટની સુવિધા દલાલભાઈઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ સમાચારને શેર કરો