આગાહી: હજુ ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પડશે.-પરેશ ગોસ્વામી
ગુજરાતના અનેક જિલ્લામાં ગઈ કાલે વરસાદ પડ્યો છે. ભારે ગરમીમાં વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે, બીજીતરફ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વધુમાં હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમીની સીઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈ કાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 14, 15 અને 16 મે આ ત્રણ દિવસની આગાહી કરી છે.
તેઓએ કહ્યું કે રાજકોટ, ભાવનગર, સહિત રાજ્યમાં અન્ય જગ્યાએ આગામી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આગામી ત્રણ દિવસ પવન સાથે વરસાદની શક્યતા છે. જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પવન પણ જોવા મળવાનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદ પડશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદ પડ્યો તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની હતી. આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. જે થન્ડર સ્ટોર્મના રૂપમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસ પણ પવન, ગાજવીજની સાથે વરસાદ પડશે. તેમણે કહ્યું કે કચ્છમાં 14 અને 15ના વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકોને નુકસાન પહોંચ્યું છે.. કેરી સહિતના પાકો પકવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે. કેમ કે, કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાય રહી છે.. સૌથી વધારે કેરીને નુકસાન થશે.. હવામાનને કારણે આંબા પરથી કાચી કેરી ઉતરવાની નોબત આવી છે.. આ વખતે અંદાજિત 50 ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

