Placeholder canvas

જેઠની ભાભીને ધમકી: “કેસ પાછો ખેંચી લેજે નહિતર જીવતી સળગાવી નાખીશ”

વાંકાનેર: ભાભીને જેઠે “કેસ પાછો ખેંચી લેજે નહિતર જીવતી સળગાવી નાખીશ” કહી ધમકી આપી, જેઠાણી મારવા દોડ્યા હતા. જે મામલે પરિણીતા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

વાંકાનેરના ડૉ.દેલવાડિયાના દવાખાના પાસે રહેતા ઉમાબેન મેહુલભાઈ ગોઢકીયાએ આરોપી જેઠ સુરેશ મનુભાઇ ગોઢકીયા અને જેઠાણી દક્ષાબેન સુરેશ ગોઢકીયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઉમાબેને ભરણપોષણનો કેસ કરેલો હોય જેને અનુસંધાને તેમના કાકાજી સસરા અને જેઠને કોર્ટે સજા સાંભળાવેલી હોય જેનો ખાર રાખી તા.૦૮ના રોજ ઉમાબેન મચ્છુનદીના પુલ પાસે ડો.દેલાવાડીયાના દવાખાના પાસેથી પસાર તથા રસ્તામાં બન્ને આરોપીઓએ ઉમાબેનને અટકાવ્યા હતા.

જ્યાં આરોપી સુરેશ ગોઢકીયાએ ઉમાબેનને “ભરણ પોષણનો કેસ પાછો લઇ લેજે, મારુ નામ કેશ માંથી કાઢી નાખજે નહી તો જાનથી મારી નાખીશ. જીવતી સળગાવી દઇશ, પુલથી નીચે નાખે દઈશ! વીમા વાળી ગાડી માથે ચડાવી દઈશ. કેશ કરી કોર્ટે મને શુ કરી લીધુ? તને મારી નાખીશ તો કોઈ મારું કાઇ નહી કરી લે” તેવી ધમકી આપી હતી. જ્યારે જેઠાણી દક્ષાબેને ઉમાબેન ને બેફામ ગાળો ભાંડી હતી અને ઉમાબેન સાથે મારકુટ કરવા તેમની પાછળ દોડ્યા હતા.

એ વખતે ઉમાબેન પોતાનો જીવ બચાવીને ત્યાંથી નાસી ગયા હતા અને આ મામલે વાંકાનેર સિટી પોલીસમાં ખાતે આરોપી જેઠ-જેઠાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો