Placeholder canvas

વાંકાનેર: વીજકર્મી ઉપર હુમલો કરનાર બે ભાઈઓને બે વર્ષની કેદ અને 50 હજારનો દંડ…

વાંકાનેર : વાંકાનેરમાં પીજીવીસીએલના કર્મચારીઓ ઉપર હુમલો કરવાના ૧૨ વર્ષ જુના કેસમાં કોર્ટે બે આરોપીઓને કસૂરવાર ઠેરવીને બે વર્ષની કેદ અને રૂ.૫૦ હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

આ કેસની મળેલ વિગતો મુજબ વર્ષ ૨૦૧૧માં વાંકાનેરમાં પીજીવીસીએલના કર્મચારી વીજ ચેકીંગ માટે ઘરે ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અબ્દુલકરીમ અલારખાભાઈ ઠાસરીયા અને મુસ્તાક અલારખાભાઈ ઠાસરીયાએ તેઓના ઘરે વીજ ચેકિંગ કરવા બાબતે વીજ કર્મીઓમે ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે ફીરોજ અલારખાભાઈ ઠાસરીયાએ વીજ કર્મીના ખીસ્સામાંથી મોબાઈલની લુંટ કરી ધમકી આપી હતી. જે અંગે પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહીતાની કલમ- ૩૯૪, ૩૩૨, ૧૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને બી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ કેસ વાંકાનેરના એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા તેઓએ આરોપી ફીરોજ અલારખાભાઈ ઠાસરીયા અને મુસ્તાક અલારખાભાઈ ઠાસરીયાને ૨ વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સાથે આરોપીઓને ફરીયાદીને રૂા. ૫૦,૦૦૦/- વળતર પેટે ચુકવી આપવાનો પણ આદેશ અપાયો છે.

આ સમાચારને શેર કરો