Placeholder canvas

20 દિવસથી જેલમાં રહેલા જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, 4 માર્ચે સુનાવણી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. ત્યારે 20 દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે આજે વચગાળાની જામીન અરજી કરી છે.

મોરબીની કોર્ટમાં આજે જયસુખ પટેલે જે વચગાળાની જામીન માટે અરજી કરી છે. જેમાં તેમના તરફેના વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે, હાઇકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચુકવવા જે આદેશ કરાયો છે. જેના માટે તેઓને બેંકના કામકાજ માટે બહાર નીકળવું પડે તેમ છે. જેથી વચગાળાના જામીન આપવામાં આવે તેવી અરજી કરી છે. ત્યારે કોર્ટે દલીલો સાંભળી વધુ સુનાવણી તારીખ 04 માર્ચના રોજ નક્કી કરી છે. જેથી હવે આ મામલે તા. 04 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં હાઈકોર્ટે પીડિત પરિવારોને વળતર ચુકવવા આદેશ આપ્યો છે, જેથી તે દલીલ રજૂ કરીને વચગાળાના જામીન માટે અરજી કરાઈ છે. ત્યારે હવે મોરબીની કોર્ટ તા.04 માર્ચે જયસુખ પટેલના વચગાળાના જામીન મંજુર કરે છે કે નહિ તે જોવું રહ્યું છે.

આ સમાચારને શેર કરો