Placeholder canvas

તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન મળ્યું.

વાંકાનેર: આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે મેડિકલ ઓફિસર ડો.ધવલ રાઠોડના અઘ્યક્ષ સ્થાને આશા સંમેલન રાખેલ જેમાં તમામ સ્ટાફ અને આશા બહેનો હાજર રહયા હતા.

આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમા લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન એમ.રાઠોડ નું પ્રમાણ પત્ર અને ગીફટ આપી તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીમામદભાઈ માથકીયા દ્વારા સનમાંન કરવામાં આવેલ તેમજ દ્વિતિય સ્થાને આવેલ મજુબેન આર.મોરડીયાનું પ્રમાણ પત્ર અને ગીફટ આપી આર.બી.એસ.કે.ડો.રવીરાજ મકવાણા દ્વારા સનમાંન કરવામાં આવેલ અને તુતીય ક્રમે આવેલ હસીનાબેન પઠાણનું સલીમભાઈ પીપરવાડિયા તથા જમીલાબેન શેરસિયા પ્રા આ.કેન્દ્ર ના સુપરવાઈઝર દ્વારા સનમાંન કરવામાં આવ્યુ હતું.

આશા સંમેલની આભાર વિધિ પ્રા.આ.કેન્દ્ર ના એફ.એ.સાહિલ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો