Placeholder canvas

વાંકાનેર: જન્માષ્ટમીના મેળના ગ્રાઉન્ડની હરાજીમાં રૂ. 19.50 લાખની બોલી લાગી….!!!

વાંકાનેર: આજે નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગ્યે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ 9 પાર્ટીઓએ બોલી લગાવી હતી, જેમાં સૌથી ઊંચી બોલી ફિરોઝભાઈ ઠાસરીયાએ રૂ. 19.50 લાખની લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા તેમને આપવામાં આવ્યું છે. અતહીં એ ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડ ગત વર્ષે 11.05 લાખમાં વેચાયું હતું, જેમાં આ વર્ષે ગ્રાઉન્ડ 19.50 લાખમાં વેચાતાં નગરપાલિકાને રૂ. 8.45 લાખનો ફાયદો થયો છે…

વાંકાનેર શહેરમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે યોજાતા મેળાના મેદાનની આજે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ 9 પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં ફિરોઝભાઈ ઠાસરીયાએ લોકમેળા માટેનું મેદાનની રૂ. 19.50 લાખની સૌથી ઊંચી બોલી બોલતા તેમને ગ્રાઉન્ડ મળેલ છે.

આ સમાચારને શેર કરો