વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામમાં પોલીસકર્મી પર હુમલો કરનાર પાસા હેઠળ જેલહવાલે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે વાંકાનેર તાલુકા પોલીસ કર્મચારી પર હુમલો કરનાર ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર. પી. જાડેજા એ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે પોલીસ પર હુમલો કરનાર વિક્રમભાઇ મેરામભાઇ ગાંગાણી (ઉ.વ. 23, રહે. રૂપાવટી, તા. વાંકાનેર, જી. મોરબી)નુ જિલ્લા મેજી.એ પાસા વોરન્ટ ઇસ્યુ કર્યો હતો. પાસા અટકાયતી ઇસમ વિક્રમભાઈને ક્વોરન્ટાઇન કરી તેની કોરાના વાયરસ અંગેની તપાસ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આરોપીને ગત તા. 6 મેના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી પાસા હુકમની બજવણી કરી આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મુકવા જવા તજવીજ કરેલ…