વાંકીયા: રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારના પત્નીને રૂ.10,75,000નો ચેક અર્પણ કરાયો
વાંકાનેર: તાલુકાના વાંકિયા ગામ ખાતેની વાંકીયા દૂધ મંડળીના સભાસદ માથકિયા ઈસ્માઈલભાઈનું ચાર-પાંચ મહિના પૂર્વે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રાજકોટ ડેરીની વીમા યોજનામાં સભાસદ અકસ્માતે મૃત્યુ થવાના કેસમાં વિમાના વળતર પેટે 10,75,000 નો ચેક મૃત્યુ પામનારના પત્ની ને અર્પણ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાંકીયા ગામના ખેડૂત અને દૂધ મંડળીના સભાસદનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રાજકોટ ડેરીની વીમા યોજનામાં દરેક સભાસદનો વીમો ડેરી તરફથી લેવામાં આવે છે, આ યોજના અંતર્ગત મૃતક ઈસ્માઈલભાઈ માથાકિયાના પત્ની જેનમબેનને દૂધ મંડળીના મંત્રી અબદુલભાઇ, ગામના પૂર્વ સરપંચ હયાતભાઈ પટેલ, ડેરીના કર્મચારી ગૌતમસિંહ ઝાલાની હાજરીમાં રાજકોટ ડેરીના ડિરેકટર મામદહુશેનભાઈ ના હસ્તે રૂપિયા 10,75,000નો ચેક આપવામાં આવ્યો હતો.
રાજકોટ ડેરીની વીમા યોજના આવા કિસ્સામાં મૃતકના પરિવારને ખૂબ રાહતરૂપ બને છે, ડેરીના કર્મચારીઓ અને આગેવાનો દ્વારા મૃતક પરિવારને ઝડપથી આ વિમાની રકમ મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અને આવા કિસ્સા વાંકાનેરમાં કેટલાક સામે પણ આવ્યા છે અચાનક નોંધારા બનેલા પરિવારને આ વિમાની રકમ મળતા તેમને એક સહારો મળી રહે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…