skip to content

મોરબીથી 1200 શ્રમિકોને લઈને ટ્રેનમાં વારાણસી રવાના થઇ…

મોરબી : મોરબીના સીરામીકમાં કામ કરતા શ્રમિકોને વતનમાં પહોંચાડવા માટે ગઈકાલ ગુરુવારે ટ્રેન વ્યવહાર શરૂ થયા બાદ આજે સવારે વધુ એક ટ્રેન શ્રમિકોને લઈને વારાણસી જવા રવાના થઈ હતી. આશરે 1200 શ્રમિકો ટ્રેનમાં બેસીને બનારસની ટ્રેનમાં બેસીને ઉત્તર પ્રેદેશન વારાણસી જવા રવાના થયા હતા. જ્યારે આજે સાંજે પાંચ વાગ્યે બીજી ટ્રેન ઉત્તર પ્રદેશના કાનપુરમાં જવા રવાના થશે.

મોરબીથી આજે ટ્રેન બનારસ-વારાણસી જવા રવાના થઈ હતી.જેમાં જે તે સીરામીક કંપનીઓએ વારાણસી જતા શ્રમિકોનું ટ્રેન મુસાફરીનું ભાડું ચૂકવયું હતું. આજે બીજી ટ્રેન રવાના થઈ છે.1200 જેટલા શ્રમિકોની વતન વાપસી માટે જરૂરી મંજૂરીની પ્રક્રિયા અને મેડિકલ સર્ટી આપી સોશ્યલ ડિસ્ટન્સ સાથે ટ્રેન ઉતરપદેશના વારાણસી જવા નીકળી હતી. આ તકે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક કલેકટર કેંતન જોશી, એસપી સહિતના અધિકારીઓ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ભાજપના અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો