Placeholder canvas

સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનું જીવન ઝરમર : ભાગ-4

પહેલો પડાવ – કઠણ ચઢાણ, બ્રહ્મચારી બાદ શુધ્ધચૈતન્ય અને દયાનંદ સરસ્વતી નામ કરણ, પિતા સાથે મિલાપ, વિશ્વબંધુત્વના શિખરે પહોંચવા પ્રવાસ

By જયેશ ભટાસણા – ટંકારા
મુળશંકરનો ગુર્હ ત્યાગ બાદ પહેલો પડાવ ટંકારા સિમાડા વટાવી ચાર ગાઉ (12 કિલોમીટર) વાકાનેરની હદના ગામડા રાખ્યો હતો ભાસ્કર અસ્ત થવાની તૈયારીમાં હતા ત્યારે દેશમાં એક અનેરો પ્રકાશ પાથરવા નિકળેલ 22 વર્ષનો યુવા પરીવાર પકડી ન પાડે એવા ડરથી રાત્રી રોકાણ કરે છે. વૈરાગી અને વિચારોમાં તરબોળ મુળશંકરને નિદ્રા તો શુ આવી હશે કે મો-સુઝણુ થાય એ પહેલાં તો જાગી અવર જવર વાળા રસ્તાને બદલે આડા અવળા માર્ગે વાકાનેર- સાયલા વચ્ચે લુણસરીયા ગામ છે અને ત્યાં નદીના કિનારે આવેલા રાણીમાના હનુમાન મંદિરે બિજી રાત્રી રોકાણ કરે છે. હવે તો સ્વામીજી ટંકારાના કેટલાય સિમાડા દુર હોવાથી નિશ્ચિત બની ત્રિજા દીવસે આગળની મંજીલ માટે રવાના થઈ રહા છે ત્યાજ એ સમયના પાહિતા નગરજનો સાથે સંવાદ કરતા સાભળે છે કે ગઈ રાત્રે કેટલાક ધોડેસવારો મોરબી રાજ્યના આલા અમલદારના પુત્રને શોધવા અહી આવ્યા હતા તમને જણાવી દઈએ કે કરશનજીની સુરક્ષા માટે પણ સૈનિકો રહેતા એટલે પછી રાજયનુ સુરક્ષાદળ એના પુત્રને ગોતવા ગતિશીલ બને એમાં નવાઈ નથી. પણ આ વાત સાંભળીને ઋષિતો આગળ વધે છે અને અઠંગ ખેલાડી એવા કહેવાતા ઠગ સાધુની મંડળી વિહાર વેળાએ ભેટો થાય છે અને વૈરાગ્ય અને સાચા શિવની શોધના પ્રયોજન માટે નિકળેલા યુવાનને સાયલા આવેલ લાલા ભગતની જગ્યાએ સિધ્ધ સાધુ અને યોગાભ્યાસુ મળશે માટે ત્યા જતો રહે એવી સલાહ આપી મુળશંકરના હાથમાં પહેરેલી સોનાની વીંટી અને આભૂષણો વૈરાગીને શોભે નહી એવુ કહી ઠગ ટોળકી તેની પાસે લઈ લે છે ” કર્મની ગતી ન્યારી છે આગળ જતાં આજ યુવાન આવા ઠગની હાટડી દેશ આખામાં બંધ કરાવે છે”.

ચોથી રાત્રે ઠગ ટોળકીના સભ્યોએ સુચવેલા સાયલા ગામે મંદિરે નિવાસ કરે છે આ જગ્યા પર મુળશંકરને જગ્યામાં આવેલ બ્રહચારી મળ્યો અને એણે સ્વામીજીને બ્રહ્મચારી બનવા માટે મનાવી શુદ્ધચૈતન્ય નામ આપ્યુ એટલે મુળશંકર બન્યા શુદ્ધચૈતન્ય પણ વેદના શ્ર્લોક અને અનેક પુસ્તકો વાચેલાને અહી સાયલા રાસ થોડુ આવે આતો ભગતનો આશ્રય હતો જયા નામજપ અને હરી મહિમા ગુણગાન ગાહિને મોક્ષ સુધી પહોંચવાના પ્રયાસ વાળો કેડો હતો વળી પાછો અહી કોઈ એવો સિધ્ધ સંત કે યોગનો નિપુણનો ભેટો થયો નહી એટલે ઓલા અઠંગ ખેલાડી એ દિવસો બગાડયાનુ કહી આગળની વાટ પકડી અને આવી પહોચ્યા અમદાવાદ સાયલા વચ્ચે આવેલુ કોઠગાંગડ નગરે આ નગર એ સમયે નાનુ રાજ્ય સમાન હતુ ત્યા રાજવી પણ નિવાસી હતા એટલે વૈરાગીની જમાત હતી પણ શુદ્ધચૈતન્યને એ જમાત સાથે જામ્યુ નહી એટલે અલગ આશ્રય ગોતી 90 દીવસનુ લાબું રોકાણ કર્યું ત્યારે કોઠગાંગડ નગરે કોઈ જાણકારે જણાવ્યું કે સિદ્ધપુર કારતક સુદ પૂનમે મેળો ભરાય છે જ્યા ધણા સંતો મહંતો આવે છે એટલે આપણા સ્વામીજી ત્યા એકાદ યોગાભ્યાસુ મળે એવા ઉમદા આશયથી અહીંથી રવાના થયા ( આ એજ સિદ્ધપુર છે જે સ્વામીજીના પુર્વજો પહેલી વાર ઉતર ભારતમાથી અહી આવ્યા હતા) હવે આપણા મહર્ષિને એક મુસિબત મળશે જે આગળ જતાં મુશ્કેલી કરશે થાય છે એવુ કે સિદ્ધપુર જતા રસ્તામાં ટંકારાનો એક કરશનજીને ઓળખાતો પરીચિત ભેગો થાય છે અને આપણા દયાનંદ એને માંડીને વાત કરે છે અને મેળામાં જવાનું કહે છે. હવે આ માદરે વતનનો માણા ટંકારા પહોચી દયાનંદના પિતા કરશનજીને એના પુત્રની વાત કરે છે કે ભગવા વસ્ત્રો ધારણ કરી કાર્તિકી મેળામાં પહોચ્યો છે.

ઋષિવરે સિદ્ધપુર પહોંચીને નિલકંઠ મહાદેવ મંદિરની જગ્યાએ નિવાસ કર્યો છે અને આજુ બાજુની જગ્યાએ કોઈ યોગવિદ્યા જાણકાર મહાત્મા મળે એની ખોજ કરવાની દિનચર્યા આરંભ કરે છે સવાર થી રાત્રી સુધી જયા પણ જાણવા જેવુ સાંભળવા મળે ત્યા જિજ્ઞાસુ બનીને સત્સંગ કરે છે એક દિવસ એક આશ્રમમાં ચાલતી પંડિતોની વાર્તામા દયાનંદ બેઠા હતા ત્યારે ચારેક સિપાહી સાથે પિતા કરશનજી મુળશંકરને ગોતી કાઢે છે અને ક્રોધિત થઈને કઠોર વચનનો મારો ચલાવે છે જ્યારે પિતા પુત્રનો ભેટો થયો ત્યારે તુંબીપાત્ર ભગવી કફની અને વૈરાગી વિચારોથી તુ આપણાં કુળમાં કલંક લગાડનાર પેદા થયો છે તારી માં રૂદન અને વિયોગમાં મરી રહી છે અને તુ એને મારવા ફરી રહો છે જેવા અનેક સવાલોનો મારો ચલાવી સ્વામીજીને ભયભીત કર્યા પણ ચાતુર્ય શુધ્ધચૈતન્ય એ પિતાના પગે પડી વંદન કરી ગુસ્સો શાંત કરવા કહુ કે “આપ ક્રોધ ન કરો. હુ અહી કોઈ ધુતારાના ભોળવવાથી અહી આવ્યો છુ. મને પણ અહી આવી ખુબ કષ્ટ અને દુખ પડયું છે અને હુ અહિથી ધરે પરત ફરવાનો જ હતો, ત્યા આપ આવી ગયા. તે ધણુ સારૂ થયું. હુ હવે આપની સાથે ધેર પાછો આવવા તૈયાર છુ.” આવી મધુર અને શાણી વાતો સાંભળી ને પિતાનો ગુસ્સો ઠંડો થતો નથી પરંતુ સ્વામીના હાથમાં રહેલુ તુંબડુ ઝુંટવી જમીન ઉપર પછાડી તોડી નાખે છે અને ભગવા વસ્ત્રો ફાડી નાખી સ્વેત વસ્ત્ર પહેરાવી સિધ્ધપુર જયા કરશનજી રોકાયા હતા ત્યા ઉતારે લઈ જાય છે અને રૂમની બહાર નજરકેદ કરી એક ક્ષણ માટે પણ રેઢો ન છોડવા ચોકી પહેરો રાખી દે છે.

પરંતુ સત્ય, વિર્ધા, યોગ, મોક્ષ, આત્માની પવિત્રતા અને ધર્માત્મા પૂર્વક ઉન્નતિ માટે ધન- સંપત્તિ, માતા – પિતા, કુટુંબ – કબિલો છોડી નિકળી ગયેલા ઝંડાધારી એમ થોડા માદરે વતન ટંકારા પરત ફરવાના હતા! એટલે સિપાહી ના ચોકી પહેરા વચ્ચે ઉધવાનો ડોળ કરી નશકોરા બોલાવવા લાગે છે. મોડી રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે વૈરાગી યુવાન ઉભો થઈ આમ તેમ નજર ફેરવી પાકું કરેછે કે પાહેતા પોઢી ગયા છે કે જાગે છે? પણ મોડી રાત્રે નિદ્રા કોને ન આવે એટલે નજરકેદમાં રહેલ દયારામ પાણીનો લોટો લઈને કોઈ જાગે અને પુછે તો લધુશંકા માટે જવાનુ બહાનુ આપી શકે એટલે એક લોટો હાથમાં લઈ ફરી છનનન થઈ જાય છે અને ઉતારાથી દોઢેક કિમી દૂર મંદિરના શિખરે ચડી જાય છે. આ બાજુ નિંદ્રામાં સુતેલા સિપાહી અને કરશનભાઈ જાગે છે ત્યારે મુળશંકર ન મળતા ફરી શોધખોળ આદરે છે. પણ આપણા બ્રહચારી એમ હવે હાથમાં થોડા આવે આ અગાઉ પણ ભાંગવાનો અનુભવ પણ થયેલ છે. પણ સિપાહી મંદિર નજીક બગિચો છે ત્યા આવી પહોચે છે અને યુવાન વિશે જાણકારી મેળવે છે આ બધુ શુધ્ધચૈતન્ય શિખરે બેઠો બેઠો સાંભળી રહો છે હા જો ઓલો પાણીનો લોટો કામ આવ્યો શિખરેથી હેથે તો ઉતરાઈ નહી એટલે લોટાનુ પાણી ઓલી કવિતા માફક દરીયા કરતા મોટો ઈ લોટો લાગે જેને ગટગટાવી સાંજ પાડે છે અંતે સાંજ સુધી આમ તેમ દોડધામ બાદ પુત્ર નો કોઈ અતો પતો ન લાગતાં નિરાશા સાથે ખાલી હાથે ટંકારા પરત ફરે છે અને આમ પણ સાંજ થવા આવી હતી એટલે દયારામ શિખરેથી જમીન પર ઉતરી આડા અવળા માર્ગે પ્રયાણ કરે છે જેથી ફરીકોઈ એને ઝડપી ન લે પણ મહત્વની વાત એ છે કે આ મહા માનવી એના પિતાને અંતિમ વખત મળે છે આજ પછી ક્યારેય કોઈ પરીવારના સભ્યો સ્વામીજી ને મળ્યા નથી પણ પિતાએ કલંક લગાડનાર પાકયા ના કટુ વચન સાંભળનાર થોડા સમય પછી હિન્દુસ્તાન એના નામના ડંકા વગાડે છે રાજા મહારાજા વિદેશી રાજકર્તા પણ જેના દિવાના બનશે એના માટે ઋષિવર સિદ્ધપુરથી વડોદરા આવી પહોચે છે જ્યા સચ્ચિદાનંદ સાથે સંપર્ક થઈ શાસ્ત્રો અને તત્વજ્ઞાન વિષય પર અનેક પ્રકારની ચર્ચા કરે છે. ત્યાથી ચાણોદ – કરનારી પહોચે છે જ્યા આર્ય હરિમીડે તોટક, વેદાન્તા ગ્રંથનો અભ્યાસ કર્યો પણ બ્રહચારીને એક બાધા આવી દિક્ષા લીધી ન હોય એટલે નિયમો મુજબ રસોઈ જાતે કરવિ પડે માટે સન્યાસીની દીક્ષા લેવા ચિદાશ્રમ સ્વામીને પકડે છે પણ ભર જુવન ને એ સન્યાસીની દિક્ષા આપતા નથી એટલે બ્રહ્મચારી થોડે દૂર પૂર્ણાનંદ નામના દંડી સ્વામી પાસે પહોંચ્યા ત્યા ધર્મ કર્મના વિશે વાત કરતા વૈરાગીને દંડી સ્વામી પાસે સન્યાસીની દીક્ષા માટે ઉત્કૃષ્ટ ઈચ્છા જાગી પણ પોતે મહારાષ્ટ્રના હોવાનું જણાવી તમારે કોઈ ગુર્જર પાસે દિક્ષા લેવા સમજાવે છે પણ પૂર્ણાનંદ ને ક્યા ખબર છે કે તમે દિક્ષા આપશો પછી તમારો દિક્ષાર્થી તમારૂ નામ દશો દિશામાં ગુજવી ગોરવ અપાવશે. અને અંતે નિયતિ એ નક્કી કર્યુ હોય એજ થાય ત્રણ દિવસની વિચારણા પછી શાસ્ત્રોક્ત વિધિ સાથે હાથમાં દંડ અને કમંડળ આપી ચતુર્થાશ્રમ મા પ્રવેશી આજે દેશ દુનિયા જે નામથી ઓળખવામાં આવે છે એ “દયાનંદ સરસ્વતી” નામ જાહેર કરવામા આવ્યુ જે નામ આજે વિશ્વબંધુત્વની એડી ચોટી પર ગુજી રહુ છે. ક્રમશઃ….

આ સમાચારને શેર કરો