ભાજપમાં ‘આયાતી’ સામે અસંતોષનું ‘ડિપ્રેશન’ સર્જાયુ
રાજકોટ: ભાજપના રાજયસભાની ચૂંટણી સમયે ફરી એક વખત ધારાસભ્યોની શરુ થયેલી ખરીદી અને સ્થાનિક સ્તરે નેતાઓને વિશ્ર્વાસમાં લીધા વગર જ જે રીતે બારોબાર ગાંધીનગરથી જે સોદાબાજી થાય છે તેની સામે હવે પક્ષમાં ગણગણાટ મોટો સૂર બનવા લાગ્યા છે અને આગામી સમયમાં પક્ષના કેટલાક કાર્યકર્તાની ‘લાગણીનો પડઘો’ પાડવા કેટલાક નેતાઓ તૈયારી કરી રહ્યા હોવાના સંકેત મળે છે.
મોરબીમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પક્ષમાં લેવાયા તેનાથી. મોરબી ભાજપના મોટા ભાગના નેતાઓ અજાણ હતા. 2015માં પાટીદાર અનામત આંદોલન અને બાદમાં 2017ની ધારાસભા ચૂંટણીમાં મોરબી તાલુકામાં ભાજપના નેતાઓએ પ્રતિકુળ સ્થિતિ હોવા છતાં મુકાબલો કર્યો હતો. લોકસભા ચૂંટણીઓ પણ આવી જ સ્થિતિ વચ્ચે પક્ષને જીતાડયો હતો અને આ દરેક સમયે સ્થાનિક ધારાસભ્ય સામે લડયા હતા.
આવા આયાતી સીધા સરકારમાં બેસી જાય છે પણ કદી સંગઠનમાં આવતા નથી. કાર્યાલયે ભાગ્યે જ દેખાય છે. રાજયમાં રાતોરાત મંત્રી બની ગયેલા અનેક નેતાઓને પક્ષના કાર્યાલયે આમંત્રણ અપાય છે. છતાં પણ ભાગ્યે જ નજરે પડે છે. તેમની ચેમ્બરમાં વધુમાં વધુ તેમની જ્ઞાતિના અગ્રણીઓ આવકાર્ય છે અને તેમના સ્થાનિક ટેકેદારો જે રાતોરાત ભાજપનો ખેસ પહેરે છે. તે કદી સાચા કાર્યકર્તા નથી. આમ છતાં તેઓ માટે જે લાલ જાજમ બીછાવાય છે તેનાથી પક્ષના કાર્યકર્તાઓ નારાજ છે.
હાલની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર જેવા દિગ્ગજ ને હાર સહન કરવી પડી તેમાં ભાજપ-કોંગ્રેસના સ્થાનિક લોકોએ હાથ મિલાવ્યા હતા અને સમગ્ર ગુજરાતને એક ‘મોડેલ’ રાધનપુરે આપ્યું છે જે હવે ઉપયોગ થશે તેવી ચર્ચા કાર્યકતામાં છે.
મોરબીના અગ્રણીના ગાંધીનગરમાં ધામા: મોબાઈલ સ્વીચ ઓફ
મોરબીના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામાથી મોરબી પંથકમાં નારાજગી હોવાના સંકેત છે. અહી કોંગ્રેસ પક્ષે કાલે બ્રિજેશ મેરજાની વિદાયની ઉજવણી કરી હતી પણ ભાજપમાં કોઈ આવકારના શબ્દો જાહેર થયા નથી તો મોરબી પંથકના અગ્રણીઓ ગાંધીનગર દોડી ગયા છે જેમાં પુર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ સામેલ છે અને તેઓ બ્રિજેશ મેરજાને ગયા છે કે પછી વિરોધ કરવા તે અંગે હજુ સ્પષ્ટ નથી પણ તેમના મોબાઈલ સ્વીચ ઓફ મળે છે તે સૂચક છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…