રાજયસભાની ચૂંટણીમાં કરોડોના ખેલ તો છે જ: નેતાઓ દ્વારા આડકતરો સ્વીકાર

ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી પુર્વે ધારાસભ્યોના ખરીદ-વેચાણની જે બજાર ખુલી ગઈ છે અને ભાજપ હવે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોને કરોડોની ઓફર કરી છે તેવા કોંગ્રેસના આક્ષેપો છે .

અને એક એક ધારાસભ્યને ખરીદવા રૂા.25-25 કરોડ આપવામાં આવે છે. તેવા આક્ષેપોના ગઈકાલે એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કટાક્ષ કરતા કહ્યું કે 25 કરોડમાં તો આખી કોંગ્રેસ ખરીદાય જાય !

આજે જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમે તેને જવાબ આપતા કહ્યું કે 25 કરોડનાં 25 લાખ કરોડ અપાય તો પણ વિક્રમ માડમ તો શું તેની ટચલી આંગળી પણ વેચાય નહી. આમ આપણા નેતાઓ રાજયસભા ચૂંટણીમાં કરોડોની હેરાફેરી થાય છે તેને આડકતરુ સમર્થન તો આપી જ દીધું હતું.

આ સમાચારને શેર કરો