Placeholder canvas

રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પીપળીયારાજના હુસેનભાઈ બિનહરીફ ચૂંટાયા…

રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજે ચુંટણી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વાંકાનેર બેઠક પરથી ડિરેક્ટર તરીકે પીપળીયા રાજ ગામના હુસેનભાઈ વલીભાઈ શેરસીયા એકમાત્ર ઉમેદવાર રહેતાં તેઓ બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા છે.

હુસેનભાઈ શેરસીયા વાંકાનેર તાલુકાની દૂધ મંડળીઓના કર્મચારીઓના પ્રતિનિધિ હોય, જેનો ઠરાવ થયાં બાદ આજે તેમને રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર તરીકે બિનહરીફ જાહેર કરાયાં છે.

આ સમાચારને શેર કરો