Placeholder canvas

વાવાઝોડુ ‘આસની’ સાંજ સુધીમાં આંદામાન-નિકોબાર પર ત્રાટકશે.

નૌકાદળ-એરફોર્સ સ્ટેન્ડ-ટુ : ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં સજાર્યયેલુ લો-પ્રેસર મજબુત બનીને આજે રાત સુધીમાં વાવાઝોડામાં રુપાંતરિત થઇ જવાની અને વાવાઝોડું આંદામાન-નિકોબાર પર ત્રાટકવાની આશંકા વચ્ચે આગમચેતીના શ્રેણીબધ્ધ પગલા લેવામાં આવ્યા છે. સૈન્યની ત્રણેય પાંખોને ‘સ્ટેન્ડ-ટુ’ રાખવામાં આવી છે.

આ લો-પ્રેસર દક્ષિણ બંગાળથી આંદામાન-નિકોબાર દ્વીપ સમુહ સુધી પહોંચી ગયું છે, જ્યાંથી ઓમાર તથા બાંગ્લાદેશ તરફ આગળ વધવાની સંભાવના છે. વાવાઝોડુ ત્રાટકે તે પૂર્વે તેજ પવન સાથે ભારે વરસાદ થશે અને સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. આંદામાન નિકોબારમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. સાંજ સુધીમાં સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે અને તેને ‘આસની’ નામ આપવામાં આવશે.

આ વાવાઝોડુ 12 કિમીની ઝડપે આગળ ધપી રહ્યું છે. નિકોબારથી 200 કિમી તથા પોર્ટ બ્લેરથી 100કિમી કેન્દ્રીત હતું. વાવાઝોડાની અસરે 75 કિમીની ઝડપે પવન ફુંકાઇ શકે છે અને ભારે વરસાદ થશે.

વાવાઝોડા સંકટને પગલે સરકાર દ્વારા નૌકાદળ તથા એરફોર્સને એલર્ટ રાખવામાં આવ્યા છે. નીચાણવાળા ભાગોમાંથી લોકોનું સ્થળાંતર કરાવાયું છે. એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે અને સ્કુલ-કોલેજો બંધ કરી દેવાઈ છે.

આ સમાચારને શેર કરો