Placeholder canvas

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ: છેલ્લા 8 વર્ષનું સૌથું ઊંચુ પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે જાહેર થયું. વહેલી સવારે 5 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું. બોર્ડની સત્તાવાર વેબસાઈટ www. gseb. org પરથી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે.

હાલ શાળા ખાતેથી વિદ્યાર્થીઓને માર્કશીટ કે અન્ય કોઈ પ્રમાણપત્ર આપવામાં નહીં. આવે. વિદ્યાર્થીઓને માત્ર વેબસાઈટના માધ્યમથી પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓને માર્કશીટ ટૂંક સમયમાં શાળાઓ પર પહોંચાડી દેવાશે. ત્યારબાદ માર્કશીટ સહિત અન્ય પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને નિશ્ચિત તારીખે શાળા ખાતે બોલાવીને આપવામાં આવશે.

રાજ્યમાં આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની gsebની વેબસાઈટ પર પરિણામ જોઈ શકે છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. જે છેલ્લા 8 વર્ષનું સૌથું ઊંચુ પરિણામ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

માર્ચ- 2020ની પરીક્ષા માટે 5 લાખ 27 હજાર 140 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ હાલમાં માત્ર ઓનલાઈન જ પરિણામ જોઈ શકે છે.. માર્કશીટ માટે બોર્ડ દ્વારા નવી તારીખ જાહેર કરાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો