ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ, 5.3ની તીવ્રતાના ભૂકંપ બાદ આવ્યા 6 આફ્ટર શોક
ગઈકાલ રાત્રે 8:13 વાગ્યે ભૂકંપના આચકા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા હતા, ત્યારબાદ 6 આફ્ટરશોક આવ્યા હતા આ આફ્ટરશોક તમામ જગ્યાએ અનુભવ્યા ન હતા પરંતુ ખાસ કરીને કચ્છમાં લોકોએ આફ્ટરશોક અનુભવાયા હતા.
કચ્છમાં ભૂકંપ આવ્યા પછી 6 આફ્ટર શોક આવ્યાં. ઇન્ડીયન સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટએ આ માહિતી આપી. કચ્છના ભચાઉમાં રવિવારે રાતે 8.13 વાગ્યે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારબાદ 6 આફ્ટર શોક આવ્યા હતાં.
5.3 ની તિવ્રતા ધરતીકંપથી ધણધણ્યું ગુજરાત, ન ઘરમાં રહેવાય ન બહાર નિકળાય
પહેલો આફ્ટરશોક રાતે 8:19 વાગ્યે 3.1ની તીવ્રતાનો, બીજો આફ્ટરશોક 8:39 વાગ્યે 2.9ની તીવ્રતાનો, ત્રીજો આફ્ટર શોક 8:51 વાગ્યે 2.2ની તીવ્રતાનો, ચોથો આફ્ટરશોક 8:56 વાગ્યે 2.5ની તીવ્રતાનો, જ્યારે પાંચમો આફ્ટરશોક 10:02 વાગ્યે 3.7ની તીવ્રતાનો, અને છઠ્ઠો આફ્ટરશોક 10:04 વાગ્યે 2.5ની તીવ્રતાનો આવ્યો હતો.
તીવ્રતા અનુસાર કોરોનાના સંકટ વચ્ચે ધરતીકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે કોરોનાના સંકટનાં કારણે લોકો એકત્ર થઇ શકે તેમ નથી તો બીજી તરફ ધરતીકંપ આવવાનાં કારણે હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેવું પણ હિતાવહ નથી. જેનાં કારણે હાલ લોકોમાં ભારે અવઢવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
5.3ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠ્યું હતું ગુજરાત
સમગ્ર ગુજરાતમાં રવિવારે રાતે ભૂકંપનાં આંચકા અનુભવાયા. 5.3ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો. અમદાવાદ, વડોદરા, સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મોટા ભાગનાં મહાનગરોમાં ધરતીકંપનો અનુભવ થયો.
2001ના ભૂકંપના એપીસેન્ટરની બિલકુલ નજીક આજનો ભૂકંપ આવ્યો
આજના ભૂકંપનું એપી સેન્ટર 2001ના વિનાશકારી ભૂકંપની નજીક જ હતું. સિસ્મોલોજી સેન્ટરના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંતોષકુમારે પત્રકારો સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે આફ્ટરશોક હજુ આવી શકે છે. રાત્રે ૮ અને 13 મિનિટે આવેલો ભૂકંપ ૫.૩ની તીવ્રતાવાળો હતો ત્યારબાદ ચારથી વધુ આફ્ટરશોક અનુભવવામાં આવ્યા છે. આ પ્રકારે આફ્ટરશોક એક અઠવાડિયાથી દસ દિવસ સુધી આવી શકે છે.
ગુજરાતમાં છેલ્લે જૂન 2012ના રોજ 5.1ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ એક સપ્તાહ સુધી આફ્ટરશોક અનુભવાયા હતા. સિનિયર સાયન્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે ભૂતકાળના અનુભવો ઉપરથી જાણવા મળે છે કે એકવાર કોઇ મોટો ભૂકંપ આવે તો ત્યારબાદ નજીકના ભવિષ્યમાં બીજો કોઈ મોટો ભૂકંપ નથી આવતો. આમ છતાં ભૂકંપની ભવિષ્યવાણી કરવી શક્ય નથી તેવી વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી.