ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલનો અનુભવાયો ભૂકંપનો આંચકો, લોકો ઘર બહાર દોડી આવ્યા
વાંકાનેર: આજે સાંજે 8:13 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
વાંકાનેર આજે સાંજે 8 13વાગ્યે વાંકાનેર શહેર અને તાલુકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
સાંજના વારુ કરવાનો સમય હોય લોકો ઘરમાં હતા અને લોકોના કહેવા મુજબ ૫ થી ૬નિ તિવ્રતાવાળો આંચકો હોય એવો અનુભવ થયો હતો. આચકો અનુભવતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
આ આંચકો વાંકાનેર શહેર અને તાલુકાના મોટાભાગના તમામ ગામોમાં અનુભવ્યાના કપ્તાનમાં ફોન આવવા લાગ્યા હતા. મળેલ માહિતી મુજબ સમગ્ર તાલુકામાં આંચકો અનુભવાયો હતો.
ગુજરાતમાં આજે રાત્રે 8.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ગુજરાતમાં આજે રાત્રે 8.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજકોટ, અમદાવાદ, કચ્છ, મોરબી સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેંદ્ર બિંદુ કચ્છ જિલ્લાના ભુજમાં હોવાની શક્યતા છે. રાજકોટમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકોએ ભૂકંપની ધ્રુજારી અનુભવી હતી. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…