Placeholder canvas

કેન્દ્રની રાહ પર રૂપાણી સરકાર, ધોરણ 12ની પરીક્ષા રદ

કેન્દ્રએ નિર્ણય લેતા રૂપાણી સરકારે નિર્ણય બદલ્યો

PM મોદીની અપીલ બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવી કે ના લેવી તેવી અસમંજસની સ્થિતિમાં મુકાઈ હતું.

ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ચાલે છે એવું કહેવાય છે, એક એન્જિન ગાંધીનગર અને બીજું દિલ્હીવાળું. કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત આખા દેશના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે પહેલા જ્યારે દિલ્હીથી નિર્ણય લેવાયો કે ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવે છે ત્યારે પાછળ પાછળ બીજા એન્જિન દ્વારા પણ તરત નિર્ણય લઈ લેવામાં આવ્યો કે પરીક્ષા રદ્દ કરો.

જ્યારે ધોરણ 12ની પરીક્ષા મામલે બીજું એન્જિન પહેલા એન્જિન કરતાં આગળ નીકળી ગયું અને પરીક્ષા લઈશું એવી જાહેરાત કરી નાંખી. જોકે દિલ્હી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બાળકોના જીવ જોખમમાં ના મૂકી શકીએ અને પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. જે બાદ હવે ગાંધીનગરમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં મહામંથન બાદ ભારે ઉતાવળી ગુજરાત સરકારે થુકેલું ચાટીને પોતાનો નિર્ણય ઉથલાવ્યો છે અને પરીક્ષા રદ્દ કરવાના આદેશ આપ્યા છે. 

આ સમાચારને શેર કરો