Placeholder canvas

મિયાણા સમાજની zoom appના માધ્યમથી એક મિટિંગ મળી, બીજી મિટિંગ આગામી રવિવારે

માળીયા: તાજેતરમાં ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા મિયાણા સમાજની zoom app ના માધ્યમથી ઓનલાઈન મિટિંગ બોલાવવા માં આવેલ હતી, જેમા સમાજના જાગૃત સેવકો દ્વારા સમાજ ને શિક્ષણ આરોગ્ય અને પગભર સમાજ કેવી રીતે થાય તે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ zoom મિટિગમાં જેમા ઈસ્માઈલભાઈ સમાણી અમદાવાદ, ગુલમમદભાઈ એચ કટિયા રાજકોટ, ઈમ્તિયાઝભાઈ જામ મોરબી, અબ્બાસભાઈ જામ ગાંધીનગર, મેમુદભાઈ જામ ગાંધીનગર, ઈકબાલભાઈ કટિયા મોરબી, ફરીદાબેન ગી. કટિયા રાજકોટ, અને સમાજના યુવા અને વિદ્યાર્થીઓમાં શાહીલાબેન ગી. કટિયા રાજકોટ, આમીનભાઈ ભટ્ટી માળીયા મિયાણા, હાસમભાઈ કટિયા મોરબી, ઈમરાનભાઈ જામ વાકાનેર, અબ્બાસભાઈ જામ માળીયા મિયાણા, ઈમરાનભાઈ મોવર મોરબી, કાસમભાઈ કટિયા વિરવીદરકા, નૂરમમદભાઈ (બાબા) અમદાવાદ, વસીમભાઈ જામ મોરબી, આશ્વદ ઈકબાલભાઈ જામ માળીયા મિયાણા,* તમામ હાજર રહી સહુ સહુ ના વિચાર રજુ કર્યા હતા,

મિયાણા સમાજ ના 10, 12, બીકોમ, અને ગ્રેજ્યુએશન, સુધી ભણી રહેલા વિદ્યાર્થી ઓ ને આગળ એમની મંઝીલ સુધી કેવી રીતે પહોંચાડવા સાથે 1 થી 10 સુધી મિયાણા સમાજ ના વિદ્યાર્થીઓને કેવી રીતે પહોંચાડવા જેવી પ્લાનિંગ કરવામા આવ્યું હતું, જેમા સહુ મિત્રો તથા સમાજની દિકરિયો દ્ધારા પુરેપુરો યોગદાન આપવામાં અવેલ હતો.

જેમની સાથે સાથે મિયાણા સમાજના આરોગ્ય, મિયાણા સમાજ પગભર કેમ થાય અને મિયાણા સમાજ ના મૂળભૂત અધિકારો વિશે પણ ચર્ચા કરવા માં આવેલ હતી, તમામ મુદ્દાઓ ને લઈને આગળ કેવી રીતે વધી શકાય તે તમામ તૈયારીઓ લઈને આવતી રવિવાર એટલે તારીખ 06/06/2021 ના રોજ સાંજે 9:30 કલ્લાકે ફરી થી zoom app ના માધ્યમથી ઓનલાઇન મિટિંગ બોલાવવા માં આવશે, જેમા આગળ ની રણનીતિ ની જાહેરાત કરવા માં આવશે

આ સમાચારને શેર કરો