Placeholder canvas

શિયાળામાં હાર્ટ એટેક વધુ કેમ આવે છે ? તમારા હૃદયની સંભાળ રાખવા માટે આટલું કરો.

ઘણી વખત ઠંડીમાં આપણા શરીરને જરૂરીયાત મુજબ ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં લોહી મળતું નથી. જેના કારણે હ્રદય ઘણી વખત નબળું પડી જાય છે.

આજકાલ જે રીતે કાર્ડિએક પ્રોબ્લેમ્સી વધતા ચાલ્યા છે એને જોતાં હાર્ટ અને એને સંબંધિત રોગ વધુ ને વધુ ચિંતાનું કારણ બની રહ્યા છે. હાર્ટ-અટેકનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે એ અચાનક આવે છે અને જયાં સુધી દરદી હોસ્પિયટલમાં પહોંચે ત્યાં સુધીમાં ક્યારેક ઘણું મોડું થઈ ગયું હોય છે. હાર્ટ-અટેકને કારણે વ્યક્તિને પેરેલિસિસથી લઈને મૃત્યુ સુધીના પરિણામનો સામનો કરવો પડી શકે એમ છે. મોટા ભાગે આ પરિસ્થિતિમાં દરદીને જેટલી જલદી સારવાર આપી શકાય એટલું દરદીના શરીરને થતું નુકસાન અટકાવી શકાય છે. એનાથી પણ સારી વાત એ છે કે જો હાર્ટ-અટેકને જ ટાળી શકાય તો એનાથી થતા બધા જ પ્રોબ્લેમ્સ ને ટાળી શકાય.

શિયાળાની ઋતુ અનેક બીમારીઓ લઈને આવે છે. ઠંડા તાપમાનમાં હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર વધે છે. જેના કારણે હૃદયનો ખતરો વધી જાય છે. એક રિપોર્ટ અનુસાર, ઉનાળાની ઋતુની સરખામણીએ શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો લગભગ 53 ટકા વધી જાય છે. એટલા માટે આ દિવસોમાં તમારા આહાર અને દિનચર્યામાં વિશેષ કાળજી લેવાની જરૂર છે.

આજકાલ હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તાજેતરમાં જ રાજકોટમાં એક નાની વિદ્યાર્થિનીને સ્કૂલમાં વધુ ઠંડી લાગવાથી હાર્ટએટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. તમે ઘણા કલાકારો અને લોકોના સમાચાર સાંભળ્યા હશે જેઓ અચાનક હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં શિયાળાની ઋતુમાં આ સમસ્યા વધુ વધી જાય છે. તેથી જ શિયાળાની ઋતુમાં તમારા હૃદયની વધુ કાળજી લેવાની જરૂર છે. પરંતુ, મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓએ આ માટે શું કરવું જોઈએ. તો પછી ચાલો જાણીએ.

કસરત અને ચાલવું

ઠંડીના દિવસોમાં રાત વહેલી પડે છે અને સવાર મોડી પડે છે. તેથી જ દિવસના ટૂંકા સમયને કારણે, લોકો કસરત અને ચાલવાની ટેવ ગુમાવે છે. ઠંડીના કારણે લોકો ધાબળામાંથી બહાર આવતા નથી. તેથી જ જેમને હૃદયરોગ થાય છે, તેઓએ અઠવાડિયામાં ચાર દિવસ ઓછામાં ઓછા ચાલીસ મિનિટ ચાલવું જોઈએ.

ગરમ ખોરાક અને હૂંફાળું પાણી

ઠંડીમાં ક્યારેય ઠંડો ખોરાક અને ઠંડુ પાણી ન પીવું જોઈએ. આનાથી નાની-નાની બીમારીઓથી લઈને હૃદયની સમસ્યાઓ સુધીની સમસ્યાઓ થઈ શકે છે. તે અસ્થમાના દર્દીઓ માટે પણ જોખમી છે. કારણ કે ઠંડુ પાણી અથવા ખોરાક શરીરમાં ભેજ બનાવે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આનાથી હૃદય પર તણાવ રહે છે અને એટેક પણ આવી શકે છે.

સારી ઊંઘ લો

શરીરને સ્વસ્થ રાખવા માટે 7-8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને હાર્ટ એટેકથી બચવાનો આ સૌથી મહત્વનો રસ્તો છે. તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. બીમાર લોકો તેમની દવા નિયમિત લે છે.

ઠંડીમાં હાર્ટ એટેક કેમ આવે છે?

ઘણી વખત ઠંડીમાં, આપણા શરીરને ઓક્સિજન અને પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં લોહી મળતું નથી. જેના કારણે ઘણી વખત હૃદય કમજોર થઈ જાય છે અને સાથે જ હૃદયની માંસપેશીઓ સખત થઈ જાય છે. ઠંડા હવામાનમાં, તાપમાન ઘટે છે, જેના કારણે રક્તવાહિનીઓ સંકોચાય છે. આનાથી હૃદય સુધી પહોંચતા ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય છે. તેથી જ હાર્ટ એટેક આવે છે.

નોંધ :- અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

આ સમાચારને શેર કરો