ટંકારા નજીક ફેકટરીના ગોડાઉનમાં ભીષણ આગ…

ટંકારા નજીક આવેલી ફેકટરીના ગોડાઉનમાં સાંજના સુમારે ઓચિંતી આગ ભભૂકી ઉઠતા મોરબીથી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

બનાવની મળતી માહિતી મુજબ, ટંકારામાં લક્ષ્મીનારાયણ જીન પાછળ રીયલ ઇનસેકટીસાઈડ નામની ફેકટરીના ગોડાઉનમાં સાંજના સુમારે આગ લાગતા મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાની રાહબરી હેઠળ ફાયરની 2 ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને એક કલાકથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હજુ આગ કાબૂમાં આવી નથી. તેવી માહિતી ફાયરના સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. (અપલોડ સમય:સાંજના 7 વાગ્યે)

આ સમાચારને શેર કરો