Placeholder canvas

‘સલામત સવારી’ની બાંગ ફુંક્તિ એસ.ટી.ની અમરેલી રંધિયા રૂટની બસ ખાડામાં ખાબકી !!

આજકાલ બસના ન્યુઝ દરરોજ સામે આવી રહ્યા છે, કયાંકને કયાંક ખાનગી કે એસટી બસ ગોથા ખાઈ ગયાના સમાચાર વાંચવા મળી રહ્યા છે. ત્યારે સલામત સવારી એસ.ટી અમારીની બાંગ ફૂકતું એસટી તંત્રએ હવે હરકતમાં આવું પડશે, કેમકે તમારી આ સલામત સવારીમાં લોકોને પોતાના જાનનું જોખમ લાગી રહ્યું છે.

આજે આવી જ એક ઘટના સામે આવી છે, અમરેલી ડેપોની અમરેલી રંધિયા રૂટ ઉપર ચાલતી એસટી બસ એક ખાડામાં ઊંધેકાન ખાબકી હતી, જેમાં મુસાફરી કરી રહેલા 10 મુસાફરો પૈકીમાં 2 ને ઇજા પહોંચી હતી તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં મળેલી માહિતી મુજબ આ દુર્ઘટના ડ્રાઇવરની બેદરકારીના કારણે સર્જાઇ હતી અને અમરેલીના દહીડા અને પીપલગામ વચ્ચે એસટી બસ પલટી ખાઈને ખાડામાં જય પડી હતી જેમાં બે મુસાફરોને ઈજા થઈ છે.

બ્રેક

આ સમાચારને શેર કરો