Placeholder canvas

વાંકાનેર: વરસાદ પડતા આરોગ્ય તંત્ર હરકતમાં, ક્લોરીનેશન અને એન્ટી લાર્વલ કામગીરી શરૂ

વાંકાનેર વાવાઝોડા સાથે પડેલ વરસાદ અને ચોમાસાનો પૂર્વ તૈયારીના ભાગરૂપે વાંકાનેર તાલુકામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ ન ફેલાય એ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો એમ.એ.શેરસિયાની સૂચનાથી વાંકાનેર તાલુકાના તમામ પીએચસીના કર્મચારી દ્વારા પીવાના પાણી નું ક્લોરિનેશન અને એન્ટી લાર્વલ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજથી તમામ ગામોમાં પીવાના પાણીનું નિયમિત પણે ક્લોરીનેશન કરવાની સુચના આપવામાં આવેલ છે. મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે એન્ટી લાર્વલ ( ઘરમાં ભરેલા પીવાના પાણીના સાધનો)માં અઠવાડીક એબેટ કામગીરી આરોગ્ય કર્મચારી અને આશા બહેનો દ્વારા કરવામાં આવી રહી છે.

રહેણાંકના વિસ્તારની આસપાસમા મચ્છર ઉત્પાદિત સ્થળોનો નાશ કરવા માટે એ જગ્યા પર બળેલા ઓઇલ કે બી.ટી.આઈ.સ્પ્રે કરવા તેમજ નકામા પાત્રો ટાયર વિગેરેનો નિકાલ કરવાની કામગીરી પણ આજથી શરૂ કરવામાં આવેલ છે. લોકોને આ કામગીરીમાં સહયોગ કરવા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..

આ સમાચારને શેર કરો