Placeholder canvas

હવામાન વિભાગની આગાહી: બે દિવસ ઠંડીનો અનુભવ પછી ગરમી વધશે

હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ સૂકું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત એક સપ્તાહ દરમિયાન વરસાદની સંભાવના નથી, પરંતુ આગામી 10 માર્ચના રોજ વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહી શકે છે, તેને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં ગુજરાત પર આવતાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી છે. તેથી મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. તથા આગામી 3-4 દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તદુપરાંત ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગમાં દરિયાકાંઠે 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છે. તથા આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાશે તેને કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

વધુમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવતા કહ્યું હતું કે, વહેલી સવારે થોડા અંશે ઠંડકનો અનુભવ થાય છે. કારણ કે ઉત્તર ભારતમાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. તેને કારણે ગુજરાત પર પણ તેની અસર જોવા મળે છે. તેથી અચાનકથી તાપમાનમાં વધારો થતો નથી અને આ જ કારણથી વહેલી સવારે ઠંડકનો અનુભવ થાય છે.

આ સમાચારને શેર કરો