Placeholder canvas

મોરબીમાં મેડિકલ કોલેજનો સ્લેબ તૂટ્યો, 5 મજૂર દટાયા.

ઘટનાના બે કલાક સુધી અધિકારી ન ડોકાયા

મોરબી રાજકોટ હાઇવે પર શનાળા ગામની હદમાં બની રહેલી મેડિકલ કોલેજમાં બીજા માળ માટે સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન છત માટે રાખેલા ટેકા ખસી જતા આરસીસીનું આખું સ્ટ્રક્ચર નીચે પડ્યું હતું અને આ ઘટનામાં પાંચ શ્રમિક કાટમાળ હેઠળ દટાયા હતા. આસપાસના મજૂરો એ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયરની ટીમ પહોંચે ત્યાં સુધી અન્ય શ્રમિકોએ કાટમાળ હટાવવાનું શરૂ રાખ્યું હતું. પાંચ પૈકીના ચાર મજૂરને તાકીદે બહાર લાવી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક મજૂરનું માથું જ બહાર રહ્યું હોય તેને ઓક્સિજન આપી બચાવાઇ રહ્યો છે. રાત્રે 11.30 કલાકે પણ કોઇ પણ અધિકારી કે સિવિલના સત્તાધિશો કે કલેક્ટર ઘટના સ્થળે કે સિવિલમાં પહોંચ્યા નહોતા અને ઘટનાના પગલે ભારે હોગોકીરો મચી ગયો હતો.

મોરબી રાજકોટ હાઇવે પર શનાળા ગામની હદમાં બની રહેલી મેડિકલ કોલેજના બીજા માળના સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન એક દુર્ઘટના બની હતી અને છતના ટેકા ખસી જતાં આખું સ્ટ્રક્ચર ધસી પડ્યું હતું. જેમાં પાંચ મજૂર નીચે દટાઇ ગયા હતા. ઘટના બાદ તાબડતોબ 108ની ટીમ તેમજ ફાયર જવાનો ધસી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમ પહોચે ત્યાં સુધીમાં અન્ય કામદારોએ ઘવાયેલા ચાર મજૂરને બહાર કાઢ્યા હતા.

ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થયાનો આક્ષેપ સ્થાનિક મજૂરોએ આક્ષેપ કર્યો હતો કે ઘટના બન્યા બાદ કલાકો સુધી કોઈ જ અધિકારી કે કલેક્ટક કે મેડિકલ કોલેજના નિર્માણ સાથે જોડાયેલા અધિકારીઓ સ્થળ પર પહોચ્યા ન હતા. માત્ર મજૂર અને હાજર લોકોએ મજૂરોને બચાવવા હામ ભીડી હતી.મોડેથી ફાયર અને પોલીસની ટીમ બચાવ માટે પહોંચી હતી. મોડે મોડેથી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દોડી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અકસ્માત થવાં પાછળ એવું તારણ લગાવાઇ રહ્યું છે કે દિવસ દરમિયાન છતની ભરાઈનું કામ ચાલતું હતું, જે સાંજ સુધી ચાલ્યા બાદ મજૂરો જે જગ્યાએ ભરાઇ થઇ તેની નીચે રાખેલા ટેકા ખસી તો નથી રહ્યા ને તે ચેક કરી રહ્યા હતા ત્યારે અચાનક જ છતનો એક ભાગ નીચે બેસવા લાગ્યો હતો અને ટેકા ખસી ગયા હતા.

મોરબી મેડિકલ કોલેજની છત તૂટી પડવાની ઘટનામાં શ્રમિકનો જીવ બચાવવા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. અને આઇસીયું ઓન વ્હીલને પણ તૈનાત કરવામાં આવી હતી. સાથે જ તમામ ઇજાગ્રસ્ત અને ફસાયેલ શ્રમિકના નામ પણ સામે આવ્યા છે.

મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની છત તૂટી પડતા કુલ પાંચ મજૂરો ઘટનાનો ભોગ બન્યા હતા જેમાં ચાર મજૂરોની ઓળખ થઈ છે, આ દુર્ઘટનામા કમલેશ કલાભાઈ વાકલા, ઉ.27 રહે. રૂપાખડા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને સરકારી હોસ્પિટલ મોરબી, મનીષ મગનભાઈ મેડા ઉ.30, સુરડીયા જી.જાંબુઆ મધ્યપ્રદેશ, સંજયભાઈ નાગજીભાઈ મારલાણા ઉ.45 રહે. રાજકોટ અને અરુણકુમાર પાસવાન રહે.ભરખડ વાળાને સાગર હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવ્યા છે. અને સુનિલ સાહુ રહે.ટોટી ગામ, કલાડી ઓરિસ્સા વાળો

ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થયાનો આક્ષેપ સ્થાનિક મજૂરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઘટના બન્યા બાદ કલાકો સુધી કોઈ જ અધિકારી કે કલેક્ટક કે મેડિકલ કોલેજના નિર્માણ સાથે જોડાયેલા અધિકારીઓ સ્થળ પર પહોચ્યા ન હતા. માત્ર મજર અને હાજર

આ સમાચારને શેર કરો